સાબરકાંઠા: 26 ફેબ્રુઆરી
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના બી.આર.સી ભવન ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નરોત્તમભાઈ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે બાળલગ્ન નાબુદી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો
આજે તારીખ 25/2/2022 રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સાબરકાંઠા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ સમાજના આગેવાનો સાથે બાળ લગ્ન કાયદા અંતર્ગત જાગૃતિ કાર્યક્ર્મ યોજવામાં આવેલ જે કાર્યક્રમ માં યુનિસેફ કન્સલ્ટન્સ શ્રી દિપક પુરોહિત બાળ લગ્ન થકી બાળકોના શિક્ષણ પર થતી અસર વિશે તેમજ બાળ લગ્ન કાયદાની માહિતી જિલ્લા બાળ સુરક્ષાના લીગલ કમ પ્રોબેશન અધિકારી શ્રી એસ.આર.કેવટ દ્વારા આપવામાં આવેલ તેમજ બાળ સુરક્ષાની સેવાઓ અને બાળકોની વિવિધ યોજનાઓ વિશે જિલ્લા બાળ સુરક્ષાના સંસ્થાકીય સંભાળ અધિકારીશ્રી એમ .ડી.સોલંકી દ્વારા આપવામાં આવેલ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ.એસ પાંડોર અને બાળ સુરક્ષા વિભાગના સામાજિક કાર્યકર કનુભાઈ પટેલ અને સુનિલભાઈ અને રાજીવભાઈ આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.