Home ક્રાઈમ 2025માં Tb ક્ષય રોગ પર નિયંત્રણ લાવવાના pmના આહવાન સામે મહેસાણા જિલ્લામાં...

2025માં Tb ક્ષય રોગ પર નિયંત્રણ લાવવાના pmના આહવાન સામે મહેસાણા જિલ્લામાં પ્રશંસનીય કામગીરી

181
0
 મહેસાણા : 4 ફેબ્રુઆરી

  • મહેસાણા જિલ્લામાં ક્ષય રોગના પરીક્ષણ અને નિદાન માટે સરકારની ગ્રાઉન્ડ જીરો પર સેવા
  • સદા અને ઝેરી tbના ટેસ્ટિંગ માટે મહેસાણા જિલ્લામાં અદ્યતન મશીનની વ્યવસ્થા
  • જિલ્લામાં tbના કેસોની સંખ્યામાં ઘટાડો થવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા મેડલ આપી સન્માન કરાયું હતું.
  • કોઈ પણ tbના દર્દીને નિઃશુલ્ક સારવાર ને મહિને 500 રૂપિયાની અપાય છે સહાય

 

કહેવાયું છે કે ‘ પહેલું સુખ તે જાતે નર્યા… ‘ ત્યારે પોતાના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે આજે મહેસાણા જિલ્લાએ ટીબી એટલે કે ક્ષય રોગની બીમારી પર નિયંત્રણ અને રિકવરી લાવવા પાછળ સઘન કામગીરી કરી નોંધપાત્ર સફળતા મેળવી છે… સામાન્ય રીતે ટીબી ક્ષય રોગની આ બીમારી વર્ષો પહેલા જીવલેણ ગંભીર બીમારી હતી જેનો ઉપચાર શક્ય ન હતો પરંતુ આજે જ્યારે વિજ્ઞાનિકોના સંશોધનો અને સરકારના પ્રયાસ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઈ જિલ્લા સરકારી હોસ્પિટલોમાં ટીબી અંગેના ટેસ્ટિંગ અને સારવારની સુવિધા કાર્યરત રહી છે…

મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં ટીબી ક્ષય રોગના 18000 ઉપરાંત કેસો સરકારી અને ખાનગી હોસ્પિટલો માંથી સામે આવ્યા હતા જે દર્દીઓને સરકારની ગાઈડ લાઈન મુજબ મહેસાણા જિલ્લા ટીબી વિભાગની ટિમના સંકલન થી સારી સારવાર અને નિઃશુલ્ક સુવિધા મળતા 90 ટકા દર્દીઓ ટીબી જેવી ગંભીર બીમારીને માત આપી સ્વસ્થ જીવન જીવતા થયા છે…

વર્ષ 2015ની સાપેક્ષ ટીબીના કેસો પર નિયંત્રણ મેળવવા સરકારની જાહેરાત બાદ મહેસાણા જિલ્લાએ ટીબીની બીમારીના કેસોમાં 28 ટકા જેટલું નિયંત્રણ અને 90 ટકા જેટલી રિકવરીની સફળતા મેળવતા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2021માં જિલ્લા ટીબી અધિકારી અને તેમની ટીમની કામગીરીને પ્રશંસનીય કામગીરી દર્શાવતા બ્રોન્ઝ મેડલ અને સર્ટીફિકેટ દ્વારા સન્માન આપવામાં આવ્યું છે…

ટીબી ક્ષય બીમારીની સારવાર અને નિયંત્રણ માટે સરકારના સહયોગ થી મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર થી લઈ જિલ્લા સ્તરે સરકારી હોસ્પિટલોમાં આ રોગના દર્દીઓના સપ્યુટમને માઇક્રોસ્કોપ થી ટેસ્ટિંગ અને છાતીના એક્સરેની પ્રિન્ટ દ્વારા તપાસ થાય તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે સાથે જ વર્ષ 2016 થી જિલ્લા ટીબી હોસ્પિટલમાં મુકવામાં આવેલ અદ્યતન બે સીબીનાટ મશીન દ્વારા સાદા અને ઝેરી ટીબીનું પરીક્ષણ માત્ર 2 કલાકમાં સામે આવી જાય છે

મહેસાણા જિલ્લામાં નોંધાયેલ ટીબીના દર્દીઓને સરકારના નિયમ મુજબ દર મહિને 500 રૂપિયા તેમના સારા ખોરાગ અને સારસંભાળ માટે જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી આપવામાં આવે છે તદ ઉપરાંત જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને આગેવાનોને માધ્યમ થી જનજાગૃતિ લાવી ટીબીના રીગ થી પીડાતા લોકોને જાગૃત કરી સારવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને લઈ મહેસાણા જિલ્લામાં રિકવરી રેટ 90 ટકા અને અને નિયંત્રણ 28 ટકા જેટલું જોવા મળી રહ્યું છે તો આગામી 2025 સુધીના મહત્તમ રીતે ટીબી નિયંત્રણ કરવાના વડાપ્રધાનના આહવાનને પગલે સતર્કતા સાથેના પગલાં ભરવામાં આવી રહ્યા છે…

 

અહેવાલ : પ્રતિનિધિ, મહેસાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here