Home મોરબી હળવદના બુટવડા અને મંગળપુર વચ્ચે આવે મેપા ભગતની સમાધીએ સંતવાણી યોજાઇ

હળવદના બુટવડા અને મંગળપુર વચ્ચે આવે મેપા ભગતની સમાધીએ સંતવાણી યોજાઇ

187
0
હળવદ : 5 માર્ચ

હળવદના બુટવડા અને મંગળપુર ગામ વચ્ચે વાડી વિસ્તારમાં મેપા ભગતની સમાધી આવેલ છે જ્યા પુર્ણતિથી નિમીતે દર વર્ષે ઠાકરથારી યોજવામા આવેસે જેમા ભગતનો પરીવાર તેમજ બન્ને ગામના લોકો હાજર રહેતા હોયસે અને સંતસમા મેપાભગતનુ સ્મરણ કરવામા આવેસે.

મેપાભગત મંગળપુર ગામના ગોલતર (ભરવાડ ) પરીવારમા જન્મેલા નાની ઉમરથી જ સંતો મહંતોની સેવા લાગ્યા હતા ભગતને ભજનનુ વાયક હોયતો ઘર પરીવાર પડતા મેકી ભજનમા પહોચી જતા સંસારી જીવનમા સંત જેવુ જીવન જીવી ગયા ગુજરાતના નામાંકિત સંતો તેમજ ભજનીક સાથે મંજીરા વાદક તરીકે પણ નામના મેળવેલ મેપાભગત વાડી વિસ્તારમાં રહેતા હોવાથી વાડીઅે સાધુસંતોના ઉતારા થતા વાડીમાથી આવતી આવક સાધુસંતો પાછળ ખર્ચીનાખતા.

મેપાભગતના નામે જુનાગઢમા સિવરાત્રીના મેળામા સદાવ્રત પણ ચાલુ કરવમા આવેસે જેમા હજારો સંધો ભગતો પ્રસાદ લઇ અમીનો અોડકારો ખાયસે જુનાગઢમા રાવટીઅે પાણીનો અભાવ પડતો હોવાથી ભગતે જાતે કુવો ગાળી હજારો લોકોને પાણી પાયુસે ભગત હયાત હતા ત્યાસે જીવ્યા ત્યા સુધી જુનાગઢ ગીરનાર તરફ લમણો રહ્યો આ સેવા યગ્નમા મેપાભગતને પરીવારનો પણ સારો સહકાર મળતો અેમાના દિકરાની વહુઅો તેમજ દિકરીયુઅે સંતોને રોટલા ઘડી જમાડ્યાસે ભગતની જ્યારે અંતિમ ઘડી આવી ત્યારે જુનાગઢમા દેહ છોડવાનો નિર્ણય હતો અેટલે ઘરે કોયને કિધા વગર જુનાગઢ પહોચી ગયા હતા ત્યા ભવનાથ તળેટીમા પવિત્ર દેહ છોડી સર્ગવાસ થયા હતા ત્યાર બાદ તેમના પરીવારે દેહ મંગળપુર અને બુટવડા વચ્ચે વાડી વિસ્તારમાં પોતાની વાડીઅે સંતો મહંતો બોલાવી સમાધી આપી અને આજે પણ ફાગણ સુદ બીના દિવસે ભગતની સમાધીઅે ભજનનુ આયોજન કરી ભગતના પરોપકારી કાર્યોને યાદ કરવામા આવેસે.

 

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here