સુરેન્દ્રનગર : 11 માર્ચ
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ હતી. જેમાં કુલ રૂ.129 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સામાન્ય બેઠકમાં રોડ, રસ્તા, ગટર, પાણીની પાઈપલાઈન, પીક અપ સહિતના વિવિધ વિકાસના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
પાછલા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગરમાં રોડ, રસ્તા, ગટર, પાણીની પાઈપલાઈન સહિતની વિવિધ સમસ્યાઓના લીધે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વધુમાં સુરેન્દ્રનગરમાં ચારે બાજુ ખોદકામ અને બિસ્માર રસ્તાઓના લીધે વાહનચાલકોની હાલત કફોડી બનવા પામી હતી. અને સુરેન્દ્રનગરના નગરજનો રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા નગરજનોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. ત્યારે આજે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની સામાન્ય બેઠક યોજાઈ હતી.
જેમાં કુલ રૂ.129 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સામાન્ય બેઠકમાં રોડ, રસ્તા, ગટર, પાણીની પાઈપલાઈન, પીક અપ સહિતના વિવિધ વિકાસના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની આ સામાન્ય બેઠકમાં ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ઉપ પ્રમુખ ઝંખનાબેન ચાપાનેરી સહિત તમામ ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા.