Home પાટણ સિધ્ધપુર વિધાનસભા બેઠકમાં ભાજપમાં ભંગાણ: કાતરા ગામના 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા….

સિધ્ધપુર વિધાનસભા બેઠકમાં ભાજપમાં ભંગાણ: કાતરા ગામના 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા….

166
0

પાટણ : 8 ઓગસ્ટ


સરસ્વતી તાલુકાના કાતરા ગામે વર્ષોથી ભાજપ સાથે રહેલા 500 જેટલા કાર્યકરોએ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની કામગીરીથી પ્રભાવિત થઈને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા સિદ્ધપુર વિધાનસભા બેઠકમાં ભંગાણ સર્જાયું છે.

આગામી ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે જેને લઇને અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સામાજિક બેઠકો તેમજ ખાનગી બેઠકોનો દોર હાલમાં ચાલી રહ્યો છે. ત્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક ઉપર સરસ્વતી તાલુકાના કાતરા ગામે વર્ષોથી ભાજપ સાથે રહીને કામ કરનાર 500 જેટલા ભાજપના પુરુષ અને મહિલા કાર્યકરોએ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપમાં ભંગાણ સર્જાયું છે.

ધારાસભ્ય ચંદનજી ઠાકોર જણાવ્યું હતું કે કાતરા ગામમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની મહિલા અને પુરૂષો વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા હતા પરંતુ ભાજપની શાસનગીરીથી કંટાળીને આજે કોંગ્રેસનો હાથ જાલ્યો છે. ત્યારે પક્ષમાં તેમનું માન સન્માન જળવાઈ રહેશે

અહેવાલ : ભાવેશભાઈ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here