કચ્છ: 22 ઓગસ્ટ
આગામી તારીખ ૨૮ ઓગસ્ટના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે સરહદ ડેરીના પ્લાન્ટનું ઓનલાઈન વર્ચ્યુઅલ લોકારપર્ણ.
આજ રોજ તારીખ ૨૨/૦૮/૨૦૨૨ ના રોજ ગુજરાત સરકારના મંત્રીશ્રી (સહકાર અને માર્ગ અને મકાન વિભાગ) જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) દ્વારા આગામી તારીખ ૨૮ ઓગસ્ટના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીના વરદહસ્તે ઉદ્ઘાટન સબંધિત કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મુલાકાત લેવામાં આવેલ.
શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા ગામ: ચાંદરાણી ખાતે ૨૬ એકરમાં ૨ લાખ લિટર થી ૪ લાખ લિટર સુધી વિસ્તરણ થઈ શકે તેવા કચ્છનો એક માત્ર ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર સંચાલિત દૂધ અને દૂધની બનાવટોના પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું કામકાજ કુલ ૧૯૦ કરોડના ખર્ચે પૂર્ણ કરી દેવામાં આવેલ છે.
માનનીય મંત્રી શ્રી દ્વારા સરહદ ડેરીના લોકારપર્ણ સબંધિત કામકાજનો રિવ્યુ લેવામાં આવ્યો તેમજ પ્લાન્ટની મુલાકાત લઈ અને આખી પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી. સાથે સંપૂર્ણ સોલાર પાવર સંચાલિત કેટલ ફીડ પ્લાન્ટની મુલાકાત પણ લીધેલ હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની કામગીરીને બિરદાવેલ હતી.
આ મુલાકાત દરમિયાન માનનીય મંત્રીશ્રી દ્વારા સરહદ ડેરીની દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની કામગીરીનો પ્રોસેસ સમજી અને પશુપાલકોનો દૂધ ઉત્પાદન ખર્ચ ઘટે તેમજ પશુઓની દૂધ ઉત્પાદકતા વધે તે માટે જરૂરી કામગીરી કરવા માટે સૂચન કરવામાં આવેલ અને સાથે સાથે પશુપાલકોનું માઈગ્રેશન અટકે અને સ્થાયી થાય અને તેઓનું જીવન ધોરણ ઊંચું આવે તે માટેના પ્રયત્નો વધારવા જણાવેલ છે સાથે સરકારી સ્કીમનો ફાયદો વધુ લે તે માટે જણાવેલ.
આ સાથે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ એ જિલ્લાની દૂધ સંઘની સ્થાપના પહેલાની પશુપાલકોની સ્થિતિ અને હાલની સ્થિતિથી માનનીય મંત્રીશ્રીને વાકેફ કરવામાં આવેલ અને દૂધ સંઘની સ્થાપનાનો માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો.
સરહદ ડેરીના ચેરમેનશ્રી અને GCMMF ના વાઇસ ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા સરહદ ડેરીની સ્થાપનાથી પશુપાલકોને જે ફાયદો થયો છે અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીનું ઋણ ચુકવણી કરવાના અવશરે ખૂબ પ્રયત્નશીલ હોવાનું જણાવેલ છે.