Home પાટણ પાટણમાં ભાજપ મીડિયા સેલ દ્વારા મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

પાટણમાં ભાજપ મીડિયા સેલ દ્વારા મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

131
0

પાટણ : 4 સપ્ટેમ્બર


પાટણ શહેરના વોર્ડ નંબર 10 પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલ દ્વારા મફત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાત તબીબો એ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ આપી હતી મોટી સંખ્યામાં આ વિસ્તારના દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

ભાજપ ના આગેવાનો કાર્યકર્તાઓ અને વિવિધ સેલ અને મોરચા દ્વારા શહેર સહિત જિલ્લામાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે રવિવારે પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલ દ્વારા શહેરના વોર્ડ નંબર 10 માં ગાંધી સુંદર લાલ કન્યાશાળા ખાતે મફત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નાક કાન ગળાના, બાળરોગ, મનોચિકિત્સક,હાડકાના, માનસિક રોગોના, નિષ્ણાત ફિઝીયોથેરાપી સહિતના નિષ્ણાત તબીબોએ દર્દીઓની ચકાસણી કરી તેઓને વિનામૂલ્ય દવાઓ આપી હતી. પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલ દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં પાટણના જાણીતા તબીબ પ્રમોદભાઈ પટેલ, ફિઝિયોથેરાપી નિષ્ણાત નીપુલ સાલવી ,મેહુલ પટેલ સહિતના તબીબોએ સેવાઓ આપી હતી.

સર્વ રોગ નિદાન કેમ્પમા પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, વોર્ડના કોર્પોરેટર પીનલબેન,ફારૂકી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here