Home કાલોલ કાલોલ કોર્ટ ખાતે ગુજરાત લીગલ સેલ ગુજરાત પ્રદેશ ભાજપનાં મેમ્બર કરણસિંહ વાઘેલાએ...

કાલોલ કોર્ટ ખાતે ગુજરાત લીગલ સેલ ગુજરાત પ્રદેશ ભાજપનાં મેમ્બર કરણસિંહ વાઘેલાએ મુલાકાત લીધી

116
0

કાલોલ: 22 નવેમ્બર


આજરોજ કાલોલ કોર્ટ ખાતે મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ભાજપ ગુજરાત પ્રદેશ લીગલ સેલ મેમ્બર કરણસિંહ બી વાઘેલાએ મુલાકાત લીધી હતી.જેમાં કાલોલ બાર એસોસિએશન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આજની મુલાકાતમાં કાલોલ વકીલ મંળડ અને બાર એસોસિએશન દ્વારા કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.જેમ કે નવીન બની ગયેલ કોર્ટમાં ફર્નિચર બેસાડી વહેલી તકે ચાલુ થાય અને કાલોલમાં એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મળે જેથી કરી કાલોલની જનતાને દૂર સુધી જવું ના પડે વગેરે બાબતોને લઈ રજુઆત કરવામાં આવી હતી.અને કરણસિંહ વાઘેલાએ પણ આ તમામ કામો વહેલી તકે પૂર્ણ થઈ જશે તેવું જણાવ્યું હતું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય તે માટે અપીલ કરી હતી.

 

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here