વેરાવળ: 2 ફેબ્રુઆરી
પ્રેમની કરતુતથી લાગી આવતા યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં
પોલીસે પ્રેમી યુવક સામે છેતરપીડીં સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
વેરાવળમાં યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી વેપાર-ધંધો કરવા માટે વિશ્વાસમાં લઈ રૂ.5 લાખના સોનાની દાગીના લઇ લીધા બાદ પરત ન આપી પ્રેમીએ વિશ્વાસઘાત કરેલ હતો. બાદમાં યુવતીએ તેની સગાઇ થઇ ગયેલ હોવાની જાણ કરતા પ્રેમીએ સંબંધ રાખવાનું દબાણ કરી તેની સગાઇ તોડાવી નાખેલ હતી. પ્રેમીની આ કરતુતનું યુવતીને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડેલ હતી. આ બનાવ અંગે પોલીસે પ્રેમી આરોપી સામે છેતરપીડીં સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.
દરમ્યાન ગત જાન્યુઆરી માસમાં યુવતીની સગાઇ નકકી થયેલ હોય જેની જાણ ખુશીએ જ પ્રેમી નિકુંજને કરી હવે સંબંધ રાખવો નથી તેમ કહેતા નિકુંજએ કોલેજે જતી ખુશીને રસ્તામાં રોકી તું મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો તારા ભાવી પતિને આપણા સંબંધની જાણ કરીશ તેમ કહી દવા પીવાની ધમકી આપેલ હતી. તેમ છતાં પ્રેમીકા ખુશી તેના તાબે ન થતા નિકુંજએ તેના પિતાની દુકાને જઇ સગાઇ તોડી નાખવા દબાણ કરી રહેલ અને ગત તા.31 જાન્યુઆરી ના યુવતીની સગાઇ નક્કી થયેલ હોવાનું જણાતા દુકાને જઇ તેના પિતાને ફોન કરી છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોય અને ખુશીની મરજી વિરૂધ્ધ સગાઇ થયેલ હોવાનું જણાવતા સગાઇ કરવાનું માંડી વાળેલ હતુ. પ્રેમીની આવી કરતુતનું લાગી આવતા ખુશીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયેલ ત્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે પોલીસે પ્રેમીકા યુવતી ખુશી સામતાની ફરીયાદ લઇ આરોપી પ્રેમી નિકુંજ વિક્રમભાઇ કુહાડા સામે આઇ.પી.સી. કલમ 354 ડી., 406, 420, 341, 506 (2) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. રીનાબેન સુવાએ હાથ ધરેલ છે.