Home સુરેન્દ્રનગર લીંબડી કેળવણી મંડળ દ્વારા સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પેસ ટેકનોલોજી વિષય...

લીંબડી કેળવણી મંડળ દ્વારા સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પેસ ટેકનોલોજી વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

140
0

સુરેન્દ્રનગર: 23 જાન્યુઆરી


શ્રી લીંબડી કેળવણી મંડળ દ્વારા શ્રી સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્પેસ ટેકનોલોજી વિષય ઉપર તા. 21/01/2023નાં રોજ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી એન. એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સેમિનારમાં આમંત્રિત સ્પેસ ટેકનોલોજીના નિષ્ણાંત અતુલભાઈ મકવાણા કે જેઓ એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વડાલી સંસ્થાના પ્રિન્સિપાલ અને લીંબડી કેળવણી મંડળના ભુતપૂર્વ વિદ્યાર્થી છે, જેઓએ સેમીનારમાં વિદ્યાર્થીઓને સેટેલાઈટની ઉપયોગીતા, સેટેલાઈટના પ્રકાર, રોકેટના પ્રકાર અને તેની ડિઝાઇન વિશે માહિતગાર કરવામાં આવ્યા અને અંતમાં રોકેટ લોન્ચિંગનો પ્રેક્ટીકલ ડેમો પણ બતાવવામાં આવ્યો.
આ સેમિનારમાં સંસ્થાના મંત્રીશ્રી પ્રકાશભાઈ સોનીસાહેબ,કોલેજના પ્રિન્સિપાલશ્રી પુરોહિતસાહેબ વગેરેએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી દવેસાહેબ તથા પાયાલબેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here