કચ્છ: 31 ઓગસ્ટ
રાજકોટ સ્થિત માનવ સેવા વરસો થી કરતા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી આંખો માટે વિનામૂલ્યે ઓપરેશન તથા અન્ય સારવાર અર્થે કેમ્પ યોજી રહ્યા છે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે આ કેમ્પ નુ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દર મહિને ઓગણત્રીસ તારીખ ના નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાઈ રહયા છે તે મુજબ રાપર દરીયાસ્થાન મંદિર દાતા રાણી બેન હમીરભાઈ આહિર પરિવાર ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 160 લોકો ની તપાસણી કરવામાં આવી હતી જેમાં 53 જેટલા લોકો ના મોતીયા તથા વેલ ના ઓપરેશન હાથ ધરવામાં આવશે ઓપરેશન થનાર દર્દીઓ ને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં રાજકોટ ખાતે આવવા લઈ જવામાં આવશે કેમ્પ દરમિયાન ડો. અલ્પેશ ખેરડીયા હિમાંશું ભટ્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આજે યોજાયેલ કેમ્પ દરમિયાન દરીયાસ્થાન મંદિર. લોહાણા સમાજ નો સહયોગ રહ્યો હતો જેમાં દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી દિનેશ ચંદે ભોગીલાલ મજીઠીયા ભરત રાજદે શૈલેષ ભીંડે વેલજી લુહાર પ્રભુલાલ રાજદે વિપુલ દરજી ઘનસુખ લુહાર ગોવિંદ ભાઈ ઠક્કર અરવિંદ દરજી હમીરભાઈ. ભરત ભાઈ આહિર કુલદીપ આહિર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા