Home ક્ચ્છ અંજાર સ્વામિનારાયણ મંદિરે સરકારની ગાઈડ લાઇન મુજબ શાકોત્સવની ઉજવણી કરવામા આવી…

અંજાર સ્વામિનારાયણ મંદિરે સરકારની ગાઈડ લાઇન મુજબ શાકોત્સવની ઉજવણી કરવામા આવી…

132
0
કચ્છ : ૧૦ જાન્યુઆરી

અંજાર સ્વામિનારાયણ મંદિરે સરકારની ગાઈડ લાઇન મુજબ શાકોત્સવની ઉજવણી કરવામા આવી. અંજાર સ્વામિનારાયણ મંદિરના વડિલ સ્વામી કૃષ્ણપ્રસાદદાસજીની પ્રેરણાથી ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમા ભુજ મંદિરના સ્વામી નિરન્નમુક્તદાસજી, સ્વામી દેવકૃષ્ણદાસજી, સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી સૂર્યપ્રકાશ દાસજી તેમજ અંજાર મંદિરના સ્વામી શાંતિપ્રિયદાસજી, સ્વામી શાંતિસ્વરૂપદાસજી, સ્વામી શ્રીજીનંદનદાસજી આદી સંતો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય શાકોત્સવના યજમાન ડો.એચ.વી. કેરાઈ તેમજ આવેલા સંતોના હસ્તે રીંગણાના શાકનો વઘાર કરવા આવ્યો હતો. તેમજ ભવ્ય શાકોત્સવના યજમાન ડો.એચ.વી. કેરાઇ દ્રારા મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને ચાંદીની પાલખીની ભેટ આપેલ હોવાથી સંતોના હસ્તે શાફો બાંધી, સાલ અને ચાંદીની માળા ભેટ આપવામાં આવી હતી. અંજાર સ્વામિનારાયણ મંદિરમાં જે હરિભક્તો નાની-મોટી સેવા આપી રહ્યા છે તેમનુ તથા શહેરના રાજકીય આગેવાનોનુ મોમેન્ટો આપીને દરેકનું સન્માન સંતો દ્રારા કરવામાં આવ્યું હતુ. ડો.એચ.વી.. કેરાઇએ જણાવેલ કે મારો આજે જન્મદિવસ છે મેં ક્યારેય કેક કાપી નથી, મારો જન્મદિવસ હંમેશા કોઈ સંસ્થા દ્વારા ગરીબોની સેવા કરવામા આવતી હોય તેવી સંસ્થામાં દાન કરૂં છું. ને અંજાર મંદિરમા સોળમો જન્મદિવસ ઊજવવામાં આવી રહ્યો છે.

અંજાર સ્વામિનારાયણ  મંદિર ખાતે ભવ્ય શાકોત્સવમા સરકારની ગાઈડ લાઇન મુજબ લોકોની હાજરી હતી. તેમજ છ હજાર જેટલા ટીફીનો તૈયાર કરવામા આવેલા, તે હરિભક્તોને ઘરે પહોચાડવામા આવેલા હતા. યોજાયેલ શાકોત્સવ ઉત્સવમા બાજરાના રોટલા બનાવવા માટે વહેલી સવારમાં એકસો જેટલી ગૃહસ્થ બહેનો દ્રારા 600 કિલો બાજરાના લોટના રોટલા બનાવવામા આવેલા હતા તેમની સેવાને પણ સંતોએ બિરદાવી હતી.

ભવ્ય શાકોત્સવમાં હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શા.સ્વામી દેવચરણદાસજીએ કર્યું હતું.


અહેવાલ : કૌશિક છાયા,કાંતિભાઈ પટેલ, ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here