કચ્છ: 14 મે
કચ્છ આધારિત ફેશન બ્રાન્ડ મી.દુલ્હાનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ગાંધીનગર રાજ જીન્સમાં કરવામાં આવ્યું હતું મિસ્ટર દુલ્હા બ્રાન્ડ જે ગુજરાતના ટોપ બ્રાન્ડ માં સમાવેશ થાય છે પોતાની ફ્રેન્ચાઇઝી આઉટલેટ પ્રસ્થાપિત કર્યું છે રાજ જીન્સ જે ગાંધીનગરમાં પોતાનું બેસ્ટ કલેક્શન ધરાવે છે તેવા હરીશ ભાઈ ,રાજભાઈ દ્વારા મિસ્ટર દુલ્હા ની ફ્રેન્ચાઇઝી લેવામાં આવી છે તદુપરાંત ના મેનેજીંગ ડાયરેકટર ની વિચારસરણી સાથે બધા માટે સ્ટાઈલ ડિઝાઈનર ગારમેન્ટ પ્રદાન કરવાનું લક્ષ્ય ધરાવે છે ગુજરાતની જાણીતી બ્રાન્ડ દ્વારા ફેશન શો ગાંધીનગરમાં યોજાયો હતો આ અવસરે મેયર હિતેશભાઈ મકવાણા ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ ડેપ્યુટી મેયર પ્રેમ સિંહ ગોહેલ દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું દ્વારા
ફેશન શોમાં થીમ તથા કેટેગરી જેમાં કુર્તા ઈન્ડો વેસ્ટન બ્લેઝર જોધપુરી રજવાડી શેરવાની નો સમાવેશ કરવામાં આવ્યો હતો ગાંધીનગરમાં પ્રથમવાર આ પ્રકારનો ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું
ગાંધીનગર ના 25 જેવા મોડેલ એ ડિઝાઇનર આઉટ ફીટ પ્રદર્શન કર્યું હતું મિસ્ટર દુલ્હને સર્વ શ્રેષ્ઠ સફળ બ્રાન્ડ બનાવવા તથા સાથ સહકાર આપનાર જય ઠકર અને દિનેશ ઠક્કર મહત્વનો ફાળો રહ્યો છે આ ઉપરાંત સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ડોક્ટર પરેશ પટેલ કીર્તિ પટેલ બડોલીયા સાહેબ,રામભાઈ બડોલીયા ઉપસ્થિત રહ્યા હતા
ફેશન સ્ટાર ઓફ ગાંધીનગર શોમાં થીમ અનુસાર ડિઝાઇનર ગારમેન્ટ કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું
જે ડિઝાઇનર ધીરજ દનીચા ,મહિમા વરધાની,ઉર્વશી પટેલ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી ફેશન શોની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી વિરાટ ડોરું દ્વારા કરવામાં આવી હતી તદુપરાંત ફેશન શૉને કોરિયોગ્રાફી રાહુલ ચંચલાણી અને પ્રિયંકા શર્મા દ્વારા કરવામાં આવી હતી મેનેજિંગ ડાયરેક્ટર આનંદ ઠક્કરના મતે ગુજરાતના પાંચ ટોપના ઉત્પાદકોમાં દુલ્હા શ્રેણીનો સમાવેશ થાય છે મુખ્ય લક્ષ્ય એક જ છે કે સુંદર અને નવી ફેશન આપવાનો છે ભારત વિવિધ પ્રકારના લોકો ધરાવતો દેશ છે અને નાના અને મોટા દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો ઉદ્દેશ્ય છે ફેશનની દુનિયામાં જે અંતર આવ્યું છે તે દૂર થાય તેમ તેઓએ જણાવ્યું હતું