પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતાં ઇસમો સામે લાલ આંખ કરી છે. જ્યાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતાં તત્વો ઉપર ખાસ વોચ ગોઠવી LCB દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર કાલોલ તાલુકાના ભુખી ગામેથી પોલીસ દ્વારા દોઢ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. તેમજ તેની સાથે એક આરોપી ઝડપાયો તો એક ફરાર થઇ જતાં પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પંચમહાલ જિલ્લામાં પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખીને છાપો મારી પ્રોહીબેશનના દુષણો નાબુદ કરવા માટે પંચમહાલ જિલ્લા LCB પોલીસે માદકપદાર્થની હેરાફેરી કરતાં તત્વો સામે લાલ આંખ કરી છે. જે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર LCB પોલીસે મળેલી બાતમી આધારે કાલોલ તાલુકાના વેજલપુરના ભુખી ગામે રહેણાંક મકાનમાં રેડ કરી હતી. જે ઘરમાંથી બિયર , વ્હીસ્કીની બોટલો મળી કુલ 1613 નંગ દારૂની બોટસ સહિત રૂ. 1 , 66 , 268 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડીને ઘટના સ્થળેથી બુટલેગરના સાગરીત એવો મકાન માલિકને ઝડપી પાડીને હાલ ફરાર એવા મુખ્ય બુટલેગર શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.