Home ક્ચ્છ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કચ્છ જિલ્લામાં કુલ ૧,૧૮,૧૬૬ મહિલા લાભાર્થીને ગેસ કનેક્શન...

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કચ્છ જિલ્લામાં કુલ ૧,૧૮,૧૬૬ મહિલા લાભાર્થીને ગેસ કનેક્શન અપાયા

140
0

કચ્છ: 26 મે


પ્રથમ તબક્કામાં ૯૪,૨૩૯ તથા બીજા તબક્કામાં ૨૩,૯૨૭ મહિલાને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા ૧ મે, ૨૦૧૬થી કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ જીવાશ્મ ઈંધણના સ્થાને LPGનો ઉપયોગ વધારવો તથા મહિલા સશકિતકરણને વધારી મહિલાઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનો છે. આ યોજના અંતર્ગત અત્યારસુધીના બે તબક્કામાં કચ્છ જિલ્લાની કુલ ૧,૧૮,૧૬૬ મહિલા લાભાર્થીને ગેસ કનેક્શન પ્રાપ્ત થયા છે.

આ યોજના હેઠળ અંત્યોદય અન્ન યોજના તથા બીપીએલ કાર્ડ ધરાવતી મહિલા લાભાર્થીઓને LPG કનેક્શન આપવામાં આવે છે. કચ્છમાં જિલ્લામાં પ્રથમ તબક્કામાં કુલ ૯૪,૨૩૯ મહિલા લાભાર્થીને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. જ્યારે બીજા તબક્કામાં અત્યારસુધીમાં ૨૩,૯૨૭ જેટલા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

જિલ્લાના અમુક દુર્ગમ વિસ્તારો જેવા કે ખાવડા-બન્ની, ખડીર વિસ્તાર ભચાઉ, લખપત તાલુકાના અંતરિયાળ વિસ્તારો તેમજ અન્ય તાલુકામાં રહેતા માલધારી પરિવારો જેમની પાસે સ્થાયી રહેઠાણ કે પાકું પ્લેટફોર્મવાળું રસોડાવાળું મકાન ન હોય તેમને ધારાધોરણ મુજબ અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી કનેક્શન આપી શકાતા નથી. હાલ આવા બાકી રહેલા લાભાર્થીઓ જે પાત્રતા ધરાવતા હોય તેમનો સમાવેશ કરવા એજન્સીઓ, ડીએનઓશ્રી તથા દરેક વાજબી ભાવના દુકાનદારો સાથે સંકલન કરીને વાજબી ભાવની દુકાનો પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, બાકી લાભાર્થીઓને સમાવી લેવા સરકાર કટિબદ્ધ છે.

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here