Home પાટણ પાટણ યુનિવર્સિટી દ્વારા ૨૭મી મેના રોજ પદવીદાન સમારોહ યોજાશે…

પાટણ યુનિવર્સિટી દ્વારા ૨૭મી મેના રોજ પદવીદાન સમારોહ યોજાશે…

149
0

પાટણ: 25 મે


અનંદી બેન પટેલના પતિને ડીલીટ ની પદવી એનાયત કરાશે….

પાટણ યુનિવર્સિટી ખાતે આગામી ૨૭ મી મેના રોજ યોજાનાર પદવીદાન સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવાના કાર્યક્રમ અંગે યુનિવર્સિટીના વહિવટી ભવન ખાતે રજીસ્ટાર ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં યુનિવર્સિટી ના રજિસ્ટ્રારે કાર્યક્રમ અંગેની રૂપરેખા આપી હતી.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહ અંગે યુનિવર્સિટી ના રજિસ્ટ્રારે માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૭ મી તારીખે મહામહિમ રાજ્યપાલ ની ઉપસ્થિતિમાં સમાજ સુધારણા માં યોગદાન આપવા બદલ સ્વામિનારાયણના જ્ઞાનવત્સલ સ્વામી અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનાર પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલ ને ડીલીટ ની મનદ પદવી એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત યુનિવર્સિટીના વર્ષ 2018 – 19 મા વિવિધ અભ્યાસક્રમો , રમત – ગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર 26 વિદ્યાર્થીનીઓ અને 12 વિદ્યાર્થીઓ મળી કુલ 38 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે .

 

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here