Home સુરેન્દ્રનગર લીંબડીના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ

લીંબડીના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ

121
0

સુરેન્દ્રનગર: 24 મે


લીંબડી શહેરના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. અખિલ ભારતીય રાજાર્ય સભાના સભ્યોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે.

લીંબડી શહેરના વોર્ડ નં-3માં નાનાવાસ વિસ્તારમાં બનતા સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ સાથે અખિલ ભારતીય રાજાર્ય સભાના પ્રભારી નિલેશ ચાવડા, ગજેંદ્રસિંહ સોલંકી, બટુક ચાવડા, વિજય કણજારીયા પંકજ ડાભી તાલુકા સેવા સદન ખાતે ધસી આવ્યા હતા. ડે.કલેક્ટર એચ.એમ.સોલંકીને આવેદન આપી જણાવ્યું હતું કે પાંજરાપોળથી જૂના સ્મશાન સુધી રહેણાક વિસ્તારમાં બનતા રોડના કામમાં ટેન્ડરની શરતોનું પાલન થતું નથી. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે. એગ્રીમેન્ટ હેઠળ થતાં કામમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. રોડના કામનું સુપરવિઝન લીંબડી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.

ન.પાલિકા કોન્ટ્રાક્ટર સાથે મળીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. રોડનો દર 6 ઈંચ રાખવાને બદલે ફક્ત 3 ઈંચ જ રાખવામાં આવે છે. રોડના કામમાં રેતી, કપચી, લોખંડ, નબળું વાપરવામાં આવી રહ્યું છે. તમામ બાબતો ધ્યાનમાં રાખીને યોગ્ય તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here