પાટણ : 2 ફેબ્રુઆરી
નવા 179 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 3973 ઉપર પહોંચ્યો છે.સૌથી વધુ 45 કેસ પાટણ તાલુકામાં નોંધાયા છે.
પાટણ શહેર સહિત જીલ્લામાં છેલ્લા બે મહિનાથી કોરોના સંક્રમણ સતત વધતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને સંક્રમણની આ ચેન તોડવા માટે વહીવટી તંત્ર દ્વારા રસીકરણ, ટેસ્ટિંગ તેમજ સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયુ છે જેને લઇને પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. બુધવારે પાટણ જિલ્લામાં 189 કેસ નોંધાયા છે.જેથી પોઝિટિવ દર્દીઓનો આંક 3973 ઉપર પહોંચ્યો છે. કોરોના ની ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ મોત થયું નથી.
પાટણ જિલ્લામાં નોંધાયેલા 189 કેસોમાં પાટણ શહેરમા 34, અને તાલુકામાં 45 મળી કુલ 79, સિદ્ધપુર શહેર અને તાલુકામાં 13, રાધનપુરમાં 10, હારીજમાં 17, સરસ્વતી તાલુકામાં 26, સાંતલપુર તાલુકામાં 15, ચાણસ્મા શહેર અને તાલુકામાં 9, શંખેશ્વરમાં 4 અને સમીમાં 16 કેસો નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરમા તા 1/12/21થી અત્યાર સુધીમાં કુલ 3973 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 2302 દર્દીઓ સાજા થયા છે. 1482 હોમ આઈશોલેશન છે.જ્યારે 2096 લોકોના કોરોનાનાં ટેસ્ટ પેન્ડીગ છે.