Home જુનાગઢ જૂનાગઢમાં ફાયર એનઓસી ન હોવાથી ત્રણથી વધુ હોસ્પિટલ સીલ કરાઇ

જૂનાગઢમાં ફાયર એનઓસી ન હોવાથી ત્રણથી વધુ હોસ્પિટલ સીલ કરાઇ

127
0
જૂનાગઢ : 4 માર્ચ

જૂનાગઢ શહેરમાં આવેલી ત્રણ હોસ્પિટલ સહિત ચાર સ્થળે ફાયર એનઓસી અને બીયુ સર્ટીફિકેટ ન હોવાથી સીલ કરી દેવામાં આવી છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરની બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવા એકમ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલી વી. આર્કડ નામની બિલ્ડીંગમાં ફાયર એનઓસી ન હોવાથી બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણથી વધુ હોસ્પિટલ પણ બીયુ સર્ટીફિકેટ વગર જ ધમધમતી હોવાથી મનપા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. હાલ મનપા દ્વારા અન્ય એકમોની તપાસ ચાલુ છે. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

 

અહેવાલ:  વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here