કચ્છ : 8 માર્ચ
કાર્યક્રમનું અધ્યક્ષપદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિક જયુડીસીયલ મેજીસ્ટ્રેટ બી.એન. પટેલ સાહેબે જયારે અતિથિવિશેષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના જીલ્લા પેનલ એડવોકેટ અને મીડીયેટર પ્રવિન ધોળકિયા, આદર્શ નારી મણીબેન મંગે, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક મગનભાઇ ઠક્કર, મિલેસુર હમારા વુમન્સ કરાઓકે સંસ્થાનાં પૂજાબેન અયાચી, ડો. પ્રતિક્ષાબેન પવારે શોભાવ્યું હતું
દિવ્યાંગ નારી શક્તિ મહિલા અમૃતબેન ટાંકનું બહુમાન કરવામાં આવેલ. આ અવસરે ૧૧ મહિલાઓનું કરી તેઓનાં કાર્યને બિરદાવવામાં આવેલ. સર્વ શ્રી કલ્પનાંબેન ચોથાણી, કપીલાબેન જેઠવા, જયાબેન મુનવર, શીતલબેન ચંદન, વિમલાબેન જબુઆણી, અનિતાબેન ઠાકુર, તારાબેન બુદ્ધભટ્ટી, કુલસુમબેન સમા, માલાબેન જોષી, હેતલબેન સિંધ, રાયમાબેન સમાને સન્માનિત કરવામાં આવેલ. ૯ વર્ષિય બાળા ઇશા ટાંકે “બેટી બચાવો,, વિશે પ્રાસંગિક વક્તવ્ય આપેલ, આદર્શનારી શ્રી મણીબેન મંગેએ જણાવ્યું હતું કે, મહિલાઓનું થતું શોષણ અટકાવીએ, મોબાઇલનાં અતિરોક્તથી બચીએ, સિંગર શ્રીમતિ પૂજાબેન અયાચીએ જણાવ્યું હતું કે, પ્રથમ ‘મા’’ નાં ચરણોમાં વંદન છે. દરેક મહિલાઓ આગળ આવી અને ઉચ્ચ જીવન જીવે.
શ્રેષ્ઠ શિક્ષક શ્રી મગનભાઇ ઠક્કરે કાવ્યો સાથે મહિલાઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, નારીનું સ્થાન શ્રેષ્ઠ છે. દરેક મહિલાઓ ખૂબજ આગળ વધે એ જરૂરી છે. દેશ-વિદેશની અનેક મહિલાઓની અગ્રતા વર્ણવી હતી. મીડીયેટર પ્રવિર ધોળકીયાએ જણાવ્યું હતું કે, અમૂલ્ય ખજાનો નારી શક્તિ પાસે છે. નારીને માન-સન્માન આપીએ. સંસ્કાર મેળવવા હશે તો સંયુક્ત કુટુંબ રાખવું પડશે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં જજ શ્રી બી.એન. પટેલ સાહેબે જણાવ્યું હતું કે, નવી પેઢીને નવી વાત ગમશે. નાનો સંકલ્પ કરી એક ઘર તૂટતો બચાવીએ. કોર્ટોમાં લગ્ન વિચ્છેદ કેશો વધી રહ્યા છે. ૩ મહિનામાં છૂટાછેડા જેવા બનાવો નબનવા જોઇએ. નાના કેસોને સમજાવટથી પૂરા કરવા જોઇએ. લગ્નવિચ્છેદ બનાવો કોર્ટ સુધી ન પહોંચવા જોઇએ.
આપણાં અનુભવોથી સમાધાનથી ઉકેલવા જોઇએ. મહિલાઓને તમામ ક્ષેત્રોમાં આગળ વધવા સમજ પૂરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઇ ઠક્કર, નિતિનભાઇ ઠક્કર, નરશીભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ બાબરીયા, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, જયેશ લોડાયા, કનૈયાલાલ અબોટીએ સંભાળી હતી.