Home પાટણ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો ની પડતર માગણીઓ ઉકેલવા પાટણ ધારાસભ્ય ની રજૂઆત…

ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો ની પડતર માગણીઓ ઉકેલવા પાટણ ધારાસભ્ય ની રજૂઆત…

166
0

પાટણ : 14 મે


ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિક (VCE ) સાથે સમાન કામ સમાન વેતન અને લઘુતમ વેતન ધારા નો ભંગ થતો હોય તેઓને અપાતી કમિશન પ્રથા બંધ કરાવી તેમને ફિક્સ વેતનથી નિમણૂક આપી સરકારી કર્મચારી નો દરજ્જો આપવાની માંગ સાથે પાટણના ધારાસભ્ય ડો.કીરીટ પટેલ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.

પાટણ ના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત vce મંડળ દ્વારા વર્ષ 2016 થી પોતાની વિવિધ પડતર માંગણીઓ બાબતને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તથા પંચાયત મંત્રી ને પણ તારીખ 21/10 / 2021 ના રોજથી હડતાલ કરવાની રજૂઆત કરી હતી ત્યારે પંચાયત મંત્રી દ્વારા 20/ 10 /2021 ના રોજ બેઠક કરીને વી.સી.ઇ ના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી. ત્યારબાદ તારીખ 27/ 10/ 2021 ના રોજ મુખ્યપ્રધાન સાથે બેઠક છતાં મુખ્યપ્રધાને પણ પગાર ધોરણની માંગણીઓ નું નિરાકરણ કરવા vce મંડળને બાહેધરી આપી હતી છતાં આજદિન સુધી આ બોયધરી નો અમલ કરવામાં આવ્યો નથી.


Vce કર્મચારીઓના અધિકારોનો ભંગ થતો હોય નાછૂટકે તેઓને અચોક્કસ મુદ્દતની હડતાલ કરવાની ફરજ પડે છે. ત્યારે તેઓની માંગણીઓ વ્યાજબી હોય આ અંગે અગાઉ પણ ગુજરાત વિધાનસભામાં તેઓને ન્યાય અપાવવામાં આવે તેવી રજુઆતો કરવામાં આવી હોવાનું ધારસભ્યે જણાવ્યું હતું.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here