ગીર સોમનાથ : 16 એપ્રિલ
સોમનાથ અથવા તાલાલા વિધાનસભા બેઠક પર આહીર સમાજ ને ટીકીટ માટે ની પ્રબળ માંગ. સાસણ ગીર ના ફાર્મ હાઉસ ખાતે મળી બેઠક. બેઠક માં ભાજપ સાથે સંકળાયેલા સંગઠન ના અને ચૂંટાયેલા પદાધિકારીઓ અને જવાબદાર આગેવાનો ની સૂચક ઉપસ્થિતિ…
ટીકીટ ને લઈ આહીર સમાજ આક્રમક અંદાજ માં સામે આવે તેવી સંભાવના. પ્રદેશ ભાજપ મંત્રી અને જિલ્લા પ્રભારી રઘુભાઈ હૂંબલ ની આગેવાની માં પ્રદેશ પ્રમુખ સહિત મોવડી મંડળ સમક્ષ આહીર સમાજ કરશે રજૂઆત. ગત વિધાનસભા સમયે આહીર સમાજ ની અવગણના ભાજપ ને ભારે પડી હતી. ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ની આઠ વિધાનસભા બેઠક માંથી સાત વિધાનસભા પર ભાજપ ને કારમો પરાજય થયો હતો.
ભાલકા તીર્થ ખાતે જાહેર સમારોહ માં જાહેર મંચ પર થી વર્તમાન સાંસદ અને પાર્લામેન્ટરી બોર્ડ ના સભ્ય રાજેશ ચુડાસમા એ સ્વીકાર કરેલ કે 2017 માં આહીર સમાજ ની અવગણના ભાજપ ને ભારે પડી હતી અને પરિણામે સૌરાષ્ટ્ર માં સફાયા સાથે ગીર સોમનાથ અને જુનાગઢ ની આઠ વિધાનસભા બેઠકો પૈકી સાત માં ભાજપ નો કારમો પરાજય થયો હતો.