Home સુરેન્દ્રનગર ક્ષત્રિય અસ્મિતા મંચ નો હુકાર હવે નહિ શાખી લઈએ ક્ષત્રિય સમાજ ની...

ક્ષત્રિય અસ્મિતા મંચ નો હુકાર હવે નહિ શાખી લઈએ ક્ષત્રિય સમાજ ની અસ્મિતા ને ખોટી ચિંતરતી ફિલ્મ જગત કોઈ હરકતોને

167
0

સુરેન્દ્રનગર: 9 જાન્યુઆરી


રાજ્ય કક્ષા ના ક્ષત્રિય આગેવાનો અને યુવાનો ની સુરેન્દ્રનગર ખાતે ૩ કલાક સુધી ક્ષત્રિય અસ્મિતા ચિંતન બેઠક યોજાઈ

વર્ષોથી ક્ષત્રિય સમાજ ના ઇતિહાસ અને વર્તમાન ને ફિલ્મ જગત અને અલગ અલગ માધ્યમો દ્વારા ખોટી રીતે પ્રસિદ્ધ કરી ક્ષત્રિય સમાજ ની શાખ અને અસ્મિતા ને વારંવાર ભારોભાર નુકશાન કરી રહ્યા છે ત્યારે ભારત દેશના સમગ્ર ક્ષત્રિય સમાજ ની સાચી વિરલ અને ઇતિહાસિક અસ્મિતા દેશ માં ખોઈ રહ્યો છે આવુજ હાલ માં રિલીઝ થતી અટકાવેલ ફિલ્મ તખુભા ની તલવાર માં પણ દેખાડીને ક્ષત્રિય સમાજ ની અસ્મિતા ને નુકશાન કરવા નો પ્રયાશ કરેલ છે અને આ ફિલ્મ માં ક્ષત્રિય સમાજ ને એક કાલ્પનિક અને હાસી પાત્ર બતાવી ક્ષત્રિય સમાજ ની સંસ્કૃતિ અને યોગદાનો ને એક ખોટી રીતે ચીતરી રાજ્ય સમક્ષ ખોટી રીતે પ્રસિદ્ધ કરવાનો ઈરાદા પૂર્વક નો પ્રયાશ કરવા માં આવ્યો છે…

ક્ષત્રિય સમાજ સાથે સમગ્ર ફિલ્મ જગત ભવિષ્ય માં પણ આવું ના કરે એ માટે રાજ્ય કક્ષાની ક્ષત્રિય અસ્મિતા ચિંતન બેઠક નું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરાયું હતું જેમાં શ્રી ડૉ. રુદ્રસિંહ ઝાલા ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ના પ્રમુખશ્રી, Er. કિશોરસિંહ ઝાલા પપ્રમુખશ્રી- રાજપૂત બિઝનેસ ફોરૂમ, ક્ષત્રિય યુવા આગેવાનશ્રી જયદેવસિંહ વાઘેલા, શ્રી સેજપાલસિંહ ઝાલા, ક્ષત્રિય સામાજીક આગેવાન શ્રી રાજભા ઝાલા, ડૉ. શ્રી રામદેવસિંહ ઝાલા, શ્રી જશુભા ઝાલા, શ્રી ધ્રુવરાજસિંહજી ચુડાસમા, શ્રી દેવેન્દ્રસિંહ રાણા, શ્રી નયુભા રાણા, શ્રી કે. બી. ઝાલા, શ્રી એસ. કે. ઝાલા તેમજ ગુજરાતભર ના નામી અનામી વડીલો અને યુવાનો ની આજે ૩ કલાક માટે ક્ષત્રિય અસ્મિતા ચિંતન બેઠક યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજ ની અસ્મિતા ની રક્ષા કાજે ક્ષત્રિય અસ્મિતા મંચ નું ગઠન કરાયું અને આ મંચ ને દરેક જીલ્લાના ક્ષત્રિય સમાજ ના પ્રમુખશ્રીઓ ના સહકાર થી કાર્ય કરશે અને દરેકે દરેકે જીલ્લા માં મંચ દ્વારા જીલ્લા કક્ષાની ટીમ નું ગઠન કરી તખુભા ની તલવાર ફિલ્મ મુદ્દે મીટિંગ કરી આગળ ની કાર્યવાહી માટે ચર્ચાઓ કરશે અને આગામી સમય માં જીલ્લા કક્ષાએ મહત્વ ના કાર્યક્રમો નું એલાન કરાશે, ખાસ આવનાર સમય માં આ ફિલ્મ બનાવનાર HG પિક્ચર અને આ ફિલ્મ માં કામ કરનાર દરેક ઉપર સામાજીક અને કર્યાદાકીય કાર્યવાહી ની રણનીતિ ની તૈયારીઓ કરવા માં આવશે

આ બેઠક માં ગુજરાત ના અલગ અલગ જીલ્લા માંથી ક્ષત્રિય સમાજ ના આગેવાનો અને યુવાનો જોડાયા હતા

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here