Home ક્ચ્છ કચ્છ સર્વ સમાજ સેનાની શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ શ્રેષ્ઠ સેવા એવોર્ડ થી...

કચ્છ સર્વ સમાજ સેનાની શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ શ્રેષ્ઠ સેવા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી

168
0

કચ્છ: 14 ઓગસ્ટ


આજ રોજ તા ૧૪ ઓગસ્ટ ૨૦૨૨ રવિવાર ના રોજ ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ગુજરાત દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ૧૦ માં અધિવેશન માં હ્યુમન રાઇટ્સ ઈન્ડિયા ના વાઇસ પ્રેસિડેન્ટ શહેનાઝ બાબીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ તેમાં ગુજરાત ભરના અલગ અલગ જિલ્લા ના સર્વ શ્રેષ્ઠ સેવાના કાર્યો બદલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ગુજરાત દ્વારા સેવાના શ્રેષ્ઠ કામ બદલ એવોર્ડ આપવામાં આવેલ તેમાં કચ્છ જિલ્લા માં અબડાસા તાલુકામાં પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ફુડકીટ વિતરણ તેમજ લંપીગ્રસ્ત મૃત ગાયો ને હિન્દુ રીતરીવાજ મુજબ અનેક ગાયોને સમાધિ આપવા બદલ કચ્છ સર્વ સમાજ સેનાની શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ સર્વ સમાજ સેના કચ્છ પ્રદેશ ના અધ્યક્ષ ને નડિયાદ ખાતે સંતરામ મંદિર સામે આવેલ બ્લડ બેંક હોલમાં શ્રેષ્ઠ સેવા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કચ્છ સર્વ સમાજ સેનાના મહામંત્રી રાજદીપ દેવધર ખાસ હાજર રહ્યા હતા.
કચ્છ અને કચ્છી વાસીઓની તેમજ મુંગા પશુ પંખી ઓની સેવા કરવાના મહા કાર્ય બદલ આ એવોર્ડ સ્વીકારતા યોગેશ પોકાર એ જણાવ્યું હતું કે આ એવોર્ડ કચ્છ જિલ્લા ને સમર્પિત છે સેવા એ તો ધર્મ છે મારૂં વતન કચ્છ જિલ્લા ના નખત્રાણા તાલુકા ખોભડી છે અને ખોભડીમાં જન્મેલા દાદા મેકરણ એ સેવાના ભેખધારી હતા અમે તો એ ધરતી ના ગુણો અંશો છીએ અને દાદાએ આપેલા ઉપદેશો નું અમે લોકો પાલન કરીએ છીએ આવતા સમયમાં કચ્છ માં અમારી ટીમ દ્વારા વધુ માં વધુ સેવા કરી કચ્છ ના માનવ પશુ પંખી કોઈ પણ તકલીફ માં ના રહે તેવું આયોજન બધ્ધ કામ કરવું છે આ સન્માન કચ્છ અને મારી કચ્છ ની ટીમનો છે અને આજનો દિવસ કચ્છ જિલ્લા માટે ગૌરવ નો દિવસ છે… 🙏🙏🙏

અહેવાલકૌશિક છાયા કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here