સુરેન્દ્રનગર : 26 એપ્રિલ
પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા બ્લોક હેલ્થ આરોગ્ય મેળામાં કુલ 836 દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. જેમાં ફિઝીશિયનના 200, ગાયનેકના 127, બાળ રોગના 227, સર્જરીના 20, આંખના 67 સહિત મેલેરીયાના 23 દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો હતો.
26મી એપ્રિલને મંગળવારે પાટડી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગ, સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી જનઆરોગ્ય મેળો એટલે કે, બ્લોક હેલ્થ મેળો સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાટડીના કેમ્પસમાં યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઇ પરીખ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, પાટડી શહેર ભાજપ પ્રમુખ દિલાભાઇ ઠાકોર સહિતના રાજકીય આગેવાનો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્ધમણી, જિલ્લા મલેરીયા ઓફિસર ડો.અમિતકુમાર,પાટડી પ્રાંત અધિકારી રુતુરાજસિંહ જાદવ, ડી.પી.સી દેવાંગભાઈ રાવળ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગોપાલ કોળી, ટી.એચ.એસ અશ્વિનભાઈ પટેલ, ટી.એચ.વી તેમજ અન્ય હોદેદારોની ઉપસ્થિતિમાં આરોગ્ય નિદાન કેમ્પમા સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરની ટીમ તથા તાલુકા આરોગ્ય સ્ટાફ દ્વારા સર્વરોગનું નિદાન તેમજ પ્રાથમિક રોગ સારવાર કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં આરોગ્યની વિવિધ યોજનાઓ જેમ કે ,આયુષ્યમાન ભારત યોજના, કસ્તુરબા પોષણ, કોવિડ વેકસીનેસન, MCH, પોસણ પ્રોગ્રામ, મેલેરિયા , ડેંગ્યુ અને ચિકનગુનિયા બાબતે આરોગ્ય શિક્ષણ તેમજ નિદર્શન અને RBSK જેવી સેવાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં લોકોએ આરોગ્ય કેમ્પ અને વિવિધ યોજનાનો લાભ લીધો હતો. જેમાં કુલ 836 દર્દીઓમાંથી 530 પુરૂષ દર્દીઓ અને 306 સ્ત્રી દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. જેમાં ફિઝીશિયનના 200, ગાયનેકના 127, બાળ રોગના 227, સર્જરીના 20, આંખના 67, આયુશ્યમાન કાર્ડના 30, હેલ્થ આઇડીકાર્ડના 12, એન.સી.ડી. તપાસના 346 અને મેલેરીયાના 23 દર્દીઓ મળી કુલ 836 દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો હતો.