સુરત : 4 ફેબ્રુઆરી
આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર વિપુલ મોવલીયા નોટિસ આપી પાર્ટીમાંથી કાઢી કેમ ન મુકવા તે અંગે ખુલાસો માગતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ પાર્ટીના મેન્ડેટ ઉપર અને ‘ઝાડું’નાં નિશાન ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર છો.
વીઓ
હજારો મહેનતુ કાર્યકર્તાઓની મહેનતના આધારે તમે ચૂંટાયેલ છો. ત્યારે પાર્ટી પ્રત્યે તમારી ખુબ જ મહત્વની જવાબદારી બને છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમારી કામગીરી અને પ્રવૃત્તિ બિલકુલ શંકાસ્પદ, અસંતોષકારક અને પાર્ટી વિરોધી રહી હોવાનું સામે આવ્યું હોવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. અવાર નવાર વોર્ડના કાર્યકર્તાઓ તેમજ લોકોમાંથી ઘણી ફરિયાદો મળ્યા બાદ પાર્ટીએ નોટિસ આપી ખુલાસો આગવા મજબુર બની હોવાનું કહેવામાં આવ્યું છે.
આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ જણાવ્યું હતું કે અનેક ફરિયાદો ને લઈ કોર્પોરેટર વિપુલ માલવીયાને કાર્યાલય પર સમજાવવામાં આવ્યા હતા. પરંતુ પાર્ટી વિરોધી કામગીરી બંધ કરી ન હતી. પૈસા લઈને ભાજપમાં જોડાઈ જવા માટે અન્ય કોર્પોરેટર ઉપર છેલ્લા થોડાક દિવસથી દબાણ ઉભું કરતા હોવાની બાબત સામે આવી છે. આમ આદમી પાર્ટી ન છોડવા અને પૈસાની લાલચમાં ન ફસાવા તમોને સમજાવવાની વાતચીત છેલ્લા કેટલાક દિવસથી કાર્યાલય પર ચાલતી હતી. પરંતુ આજરોજ સવારથી જ ફોન બંધ કરી ક્યાંક ચાલ્યા ગયા છો. પાર્ટી તરફથી તમારો સંપર્ક કરવાની અનેક કોશિશ કરવા છતાંય તમારો સંપર્ક થતો ન હોવાને કારણે પાર્ટીએ આ નિર્ણય લેવા મજબુર બની છે.
સુરત AAPમાંથી પક્ષપલટાના એંધાણ,
પાર્ટીએ વોર્ડ નં.16ના કાઉન્સિલરને નોટિસ આપી,
અન્ય કાઉન્સિલરને ભાજપમાં ભળવા લાલચ આપ્યાનો ખુલાસો મંગાયો