Home ક્ચ્છ આઝાદી અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૭૫૦૦ થી વધુ...

આઝાદી અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૭૫૦૦ થી વધુ તિરંગા સરહદે લહેરાવશે – સાંસદ વિનોદભાઈ ચાવડા.

116
0

કચ્છ : 9 ઓગસ્ટ


આઝાદીનાં ૭૫ માં વર્ષે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. ભારત નાં સ્વપ્ન દ્રષ્ટા નરેન્દ્રભાઈનાં હર ઘર તિરંગા અભિયાન નાં આહવાન ને દેશભરમાં રાષ્ટ્રચેતના સાથે ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

કચ્છ સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે ઘર – ઘર તિરંગા અભિયાન તા.૧૩/૮ થી ૧૫/૮ વચ્ચે કચ્છ લોકસભા પરિવાર દ્વારા ઉજવવામાં આવશે. હર ભારતવાસી માં દેશ ભક્તિ જગાવવા અને રાષ્ટ્રધ્વજ વિષે નાગરિકોમાં જાગૃતિ આવે, દેશની આન – બાન – શાન અને સ્વાભિમાન જળવાય, હેતુ સભર કાર્યક્રમો કચ્છ ભરમાં આયોજીત છે. ૭૫ માં વર્ષની ઉજવણી સંદર્ભે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ દ્વારા કચ્છની સરહદે ૭૫૦૦ તિરંગા – રાષ્ટ્રધ્વજ બી.એસ.એફ કમાન્ડર સંજયકુમાર શ્રીવાસ્તવ ની ઉપસ્થિતિ માં દરેક આઉટ પોસ્ટ ઉપર લહેરાવવા, વિતરણ કરવામાં આવશે. તા. ૧૦/૮/૨૨ બુધવારે સવારે ૧૦ વાગ્યે ભુજ ખાતેથી ૭૫ વાહનો સાથે ૩૦૦ થી વધુ કાર્યકરો – શુભેચ્છકો તથા જન પ્રતિનિધિઓ બોર્ડર પર જવા રવાના થશે, ત્યારે વિધાનસભા અધ્યક્ષ શ્રીમતિ ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જીલ્લા ભાજપા અધ્યક્ષ કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતિ પારૂલબેન કારા, માજી મંત્રી અને વિધાનસભા સદસ્ય વાસણભાઈ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી તથા કચ્છના જન પ્રતિનિધિઓ, કાર્યકરો ઉપસ્થિત રહેશે.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here