હાડગુડ: 08 ફેબ્રુઆરી
ભાજપ રાજ્યમાં ગુનાખોરી ડામવા ના પ્રયાસ કરી રહી છે,અને વડાપ્રધાન મોદી ધુસણખોરોને દેશ માંથી ખદેડવા માટે કટીબદ્ધ બન્યા છે, તેમ છતાં આણંદ ખાતે સરકાર ની નીતિઓ થી વિપરીત પરીસ્થીતી હોય તેમ હાડગુડ ખાતે ભાજપી તાલુકા પંચાયત સભ્યએ લેન્ડગ્રેબીગ તથા બાગ્લાદેશી ધુસણખોરીના આશ્રયદાતા તથા આ ઘુષણખોરો ને નકલી દસ્તાવેજી પુરાવા ઉભાકારવા માં મદદરૂપ થવાના આરોપી એવા સાબીરશા દિવાનના હસ્તે ગટરલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવતા વિવાદ સાથે અહો આશ્ચર્યમ્ ની સ્થીતી સજૉવ પામી છે.
આ ઘટનામાં આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પંચાયત સભ્ય ની હાથીના દાત ચાવવાના ને બતાવવા ની નિતી ઉજાગર થવા પામી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા લોક સુવિધા અંતર્ગત સ્વરાજકીય સંસ્થા ને ગ્રાન્ટ ફાળવવ માં આવે છે,અને તેના આધારે તાલુકા પંચાયત ના ચુટાયેલ પ્રતિનિધિ દ્વારા પ્રજા ની સુવિધાઓ માં વધારો કરવા માટે જે તે વિસ્તારમાં વિકાસ ના કામો માટે માગવામાં આવેલ ગ્રાન્ટ ની ફાળવણી કરવા આવતી હોય છે. તે મુજબ હાડગુડ ના ભાજપી તાલુકા પંચાયત સભ્ય સૈયદ ખલીલ અહમદ દ્વારા હાડગુડ ખાતે ગટરલાઇન માટે ની ગ્રાન્ટ મેળવતા સોમવારે તેમના દ્વારા ખાતમુહૂર્ત નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાત્મુહ્રત કાર્યક્રમ માં આવેલ સ્થાનિક અગ્રણીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપી તા.પં સભ્ય સૈયદ ખલીલ અહમદે એકવર્ષ પૂર્વ લેન્ડગ્રેબીગ, બાગ્લાદેશી ઘુષણખોરી ના આશ્રયદાતા સહિત ના અનેક ગુનામાં સંડોવાયેલ હાડગુડ ના માથાભારે સાબીરશા રમજાનીશા દિવાનના હસ્તે ખાતમુહૂર્ત ની વિધી કરવામાં આવતા સ્થાનિક સ્તરે વિવાદ નો મધપૂડો છંછેડાવા પામ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.
રાજ્ય સરકાર એકતરફ ગુનાખોરી ડામવા તો વડાપ્રધાન ધુસણખોરોને ખદેડવા કટીબધ્ધ બનતાં હોય અને બીજીતરફ સ્થાનિક પક્ષ ભાજપના ચુટાયેલ પ્રતીનિધી દ્વારા વિવિધ ગુનામાં સંડોવાયેલને શીરપાવ સન્માન આપવાના તખ઼ા રચતા અહો આશ્ચર્યમ્ ની સ્થીતી સજૉવા સાથે પક્ષ ની હાથીના દાત ચાવવાના અને બતાવવા ના જુદા ની નિતી હોવાની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.