Home મોરબી હળવદ નજીક હિટાચી ભરેલો તોતિંગ ટ્રક ઘેટા ઉપર ફરી વળ્યો : 12...

હળવદ નજીક હિટાચી ભરેલો તોતિંગ ટ્રક ઘેટા ઉપર ફરી વળ્યો : 12 ઘેટાના મોત

205
0
હળવદ : 15 માર્ચ

કચ્છથી અમદાવાદ તરફ વાંઢે જઈ રહેલા કચ્છના રબારી પરિવારના ઘેટા બકરાના સમૂહ ઉપર હળવદના ટીકર(રણ) ગામની ચોકડી પાસે આજે બપોરના સમયે તોતિંગ ટ્રક ફરી વળતા 12 જેટલા ઘેટાનું ટ્રક હેઠળ કચડાઈ જતા મોત નિપજતા માલધારી પરિવાર ઉપર આફતના ઓળા ઉતરી આવ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં રહેતા સાજણભાઈ ખેતાભાઇ કરોતરા (રબારી)પોતાના ઘેટા બકરા સહિતના માલ-ઢોર સાથે અમદાવાદ તરફ વાંઢે જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના ટીકર (રણ ) ચોકડી પાસે હિટાચી ભરેલ ટ્રકે ઘેંટાના સમૂહ ઉપર ફરી વળતા 12 જેટલા ઘેટાનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

વધુમાં આ કરુણ ઘટનાની જાણ થતાં ટિકર ગામના અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિતના જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાલ પશુ ડોકટરને બોલાવી ઇજાગ્રસ્ત થયેલ ઘેંટાઓની સારવાર કરવામાં આવી રહી છે સ સાથે જ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળે છે.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here