Home મોરબી હનુમાન જયંતી પર્વે હળવદ જીઆઇડીસી મંદિરે ભવ્ય રાસ ગરબા અને મહાપ્રસાદનું આયોજન

હનુમાન જયંતી પર્વે હળવદ જીઆઇડીસી મંદિરે ભવ્ય રાસ ગરબા અને મહાપ્રસાદનું આયોજન

181
0
હળવદ :  15 એપ્રિલ

હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવતીકાલે હનુમાન જયંતી પર્વને લઇ મહાપ્રસાદનું તેમ જ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે હનુમાન જયંતી પર્વ હોય જેને મંદીરોમાં મોટા ભાગના ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર સાત માં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવતીકાલે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો પ્રસાદ લેશે સાથે જ રાત્રે 9:00 કલાકે દશરથભાઈ ભરવાડ અને પિન્ટુ ભાઈ ભરવાડ સહિતના યુવાનો દ્વારા ભવ્ય રાસ-ગરબાનું હનુમાનજી મંદિરે આયોજન કર્યું છે જેમાં બિન્ટુભાઈ ભરવાડ,દિનેશભાઈ ભરવાડ,વિશ્વાબેન રબારી અને મનીષાબેન ભરવાડ ઉપસ્થિત રહી રાસ ગરબાની રમઝટ બોલાવશે આ ધાર્મિક કાર્યક્રમમાં લોકોને સહભાગી થવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here