સુરેન્દ્રનગર : 24 ફેબ્રુઆરી
એન્કર-લીંબડી પોલીસ મથકના કર્મચારીનો અકસ્માત થતાં અંદાજે બે માસ સુધી ફરજ બજાવી શક્યા ન હતાં.જેથી આ પોલીસ કર્મચારી ને આર્થિક તકલીફ નો સામનો ન કરવો પડે તેમાટે લીંબડી પોલીસ મથકના તમામ કર્મચારીઓ એ બનતી મદદ કરી ફાળો એકત્ર કરી રૂપિયા ૪૦ હજાર જેવી માતબર રકમ પોલીસ કર્મચારીના પરિવારજનો ને આપી ઉમદા કાર્ય કર્યું હતુ.
વીઆે-લીંબડી પોલીસ મથકમાં ફરજ બજાવતા કાંતિભાઇનો અકસ્માત થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પણ ડોક્ટરો એ બે માસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. આથી કાંતિભાઇ બે માસ કરતા વધુ સમયથી ફરજ પર હાજર ન થઇ શકતા તેમના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે લીંબડી પીએસઆઇ વી.એન .ચૌધરી, કે.એચ .ઝનકાત તેમજ સાથી પોલીસ કર્મચારીઓએ કાંતિભાઇને આર્થિક મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પોલીસ મથકના તમામ કર્મચારીઓ એ પોતાની શક્તિ મુજબ ફુલ નહી તો ફુલની પાંખડી એ કહેવત મુજબ રોકડ રકમનો ફાળો આપતા કુલ રૂપિયા ૪૦ હજાર જેટલી રકમ એકઠી કરવામાં આવી હતી અને કાંતિભાઇના પરિવારજનોને બોલાવી આ રકમ અર્પણ કરવામાં આવી હતી. આમ લીંબડી પોલીસે પોલીસ એક પરિવાર છે તેનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ