Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રએ વર્ષ દરમિયાન જુદા-જુદા નિયમોના ભંગ બદલ રૂ. 1.69 કરોડનો...

સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રએ વર્ષ દરમિયાન જુદા-જુદા નિયમોના ભંગ બદલ રૂ. 1.69 કરોડનો દંડ વસુલ્યો

184
0
સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરી

ટ્રાફિક અડચણરૂપ વાહનો, લારી ગલ્લાઓ સામે કડક કાર્યવાહી કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરવું તેનો અભાવ દિવસે દિવસે જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લાં 1 વર્ષમાં જુદા જુદા નિયમોનો ભંગ કરતા 1.69 કરોડનો લોકોને દંડ ભરવાનો વારો આવ્યો હતો. જેમાં સ્થળ પર જ વર્ષમાં 28057 લોકો ઝપટે ચડતા રૂ. 80.30 લાખ વસૂલાયા હતા. આ ઉપરાંત વર્ષ દરમિયા તમાકુ અંતર્ગત 315 લોકો અને ટ્રાફિક અચડણરૂપ, 237 તેમજ નશાની હાલતમાં 21 લોકો પણ દંડાયા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે વસતી સાથે નવા વિસ્તારો તેમજ માર્ગો પણ વધી રહ્યા છે.

તો બીજી તરફ જિલ્લામાં નાના મોટા વાહનની વધતી સંખ્યાને લઇને ટ્રાફિકની સમસ્યાથી અનેક મુશ્કેલીઓનો જિલ્લાવાસીઓને સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા જાગૃતિ સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જિલ્લામાં હજુ પણ ટ્રાફિક નિયમો પાળવાનો અભાવ લોકોમાં જોવા મળી રહ્યો છે. શહેરી તેમજ જિલ્લાના માર્ગો પર વારંવાર ટ્રાફિક સમસ્યા દૂર કરવા તેમજ તેનું પાલન કરાવવા સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઈ સી.એ.એરવાડિયા સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.

પરિણામે જાન્યુઆરીથી ડિસેમ્બર-2021 દરમિયાન ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ તેમજ માસ્કનો અનાદર કરતા લોકો સામે કામગીરી કરી હતી. જેમાં છેલ્લાં 1 વર્ષમાં રૂ. 1,69,16,163નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સ્થળ પર જ 28057 લોકોને રૂ. 83.30 લાખ, તમાકુનું સેવન કરી જાહેરમાં થૂંકતા 315 લોકોને રૂ. 31,500, ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાના 237 લોકોને રૂ. 1,48,600, દારૂ પીને પકડાયેલા 21 તેમજ પૂરઝડપે સહિતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા 43 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here