Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી  દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી  દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

212
0
સુરેન્દ્રનગર : 21 માર્ચ

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્‍થાને તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ અંતર્ગત ૨૦૨૨-૨૩ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા ૧૧૯૪ લાખથી વધુના ૪૮૩ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્‍યું હતું.

પ્રભારી મંત્રી  દેવાભાઈ માલમે આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી–પદાધિકારીઓ ઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણને લગતા કામો, પીવાના પાણી, રોડ રસ્તા, પેવર બ્લોક જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્‍યું હતું.

આ તકે મંત્રી એ લાંબાગાળા માટે લોકોને ઉપયોગી બને તેવા કામો સુચવવા અને તેવાજ કામોને પ્રાધાન્ય આપવા આયોજન મંડળના સભ્યોને તાકીદ કરી હતી. વધુમાં તેમણે સ્થાનિક કક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ સત્વરે રજૂ કરી આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એન.જી.પટેલે ૨૦૨૨-૨૩ના વર્ષનું વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું. જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, ઋત્‍વિકભાઇ મકવાણા, નૌશાદભાઈ સોલંકી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ ઓ, તાલુકા પંચાયતના પ્રમુખ ઓ, તાલુકા વિકાસ અધિકારી ઓ તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here