Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગોની...

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઇ

193
0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને આયુષ સચિવ પાંડિયનની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આયુષ વિભાગ હેઠળ ચાલતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે અને આ યોજનાઓનો મહત્તમ લાભ લોકો લે તે જોવા ઉપસ્થિત અધિકારી ઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં આયુષ સચિવ પાંડિયન દ્વારા આયુષ મંત્રાલય હેઠળ ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી ઓ દ્વારા કરેલ કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીના અંગત સચિવ એ.કે. ઔરંગાબાદકર,જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર એન. ડી. ઝાલા પ્રાંત અધિકારી સર્વ  જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી પિનાકીન પંડ્યા અને સંકલિત બાળ વિકાસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર બી.જી.ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here