Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં રહેતા નયનરમ્ય દ્રશ્યો

સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં રહેતા નયનરમ્ય દ્રશ્યો

225
0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરી

આ ધુમ્મસભર્યા વાતાવરણમાં હાઇવે પર વાહનોને ધોળા દિવસે ગાડીની હેડલાઇટ ચાલુ કરીને નીકળવાની ફરજ પડી હતી

સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં રહેતા હિલ સ્ટેશન જેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યાં હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસના તાપમાનને ધ્યાને લઇ જોવામાં આવે તો 4.1 ડિગ્રી લધુતમ તાપમાનમાં અને 4.8 ડિગ્રી જેટલો ગુરૂતમ તાપમાનનો પારો વધવા પામ્યો છે. એમાય સુરેન્દ્રનગરમાં શુક્રવારના રોજ તાપમાન લઘુતમ 21.1 અને ગુરૂતમ 33.5 નોંધાયુ હતુ.આમ દિવસ ભર દરમિયાન તાપમાનનો પારો 12.4 ડિગ્રી જેટલો વધારો ઘટાડો જોવામળી રહ્યો છે. આજે વહેલી સવારના ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું અને રસ્તા ઉપર પણ ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે રોડ રસ્તા ભીના થઈ ગયા હતા.

સુરેન્દ્રનગરના હાઇવે પર વાહનોને ધોળા દિવસે ગાડીની હેડલાઇટ ચાલુ કરીને નીકળવાની ફરજ પડી હતી. સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં રહેતા હિલ સ્ટેશન જેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યાં હતા. સુરેન્દ્રનગરના હાઇવે પર ધોળા દિવસે અકસ્માત ન સર્જાય એ માટે વાહનચાલકો ધુમ્મસભર્યા આહલદાયક વાતાવરણમાં અકસ્માત ન સર્જાય એ માટે વાહનચાલકોને હેડલાઇટ ઓન કરીને પસાર થવાની નોબત આવી હતી.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here