Home ચરોતર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દેવી-દેવતાના ફોટા મોફ કરી તેને સોશ્યલ મિડિયામાં વાયરલ કરતાં...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દેવી-દેવતાના ફોટા મોફ કરી તેને સોશ્યલ મિડિયામાં વાયરલ કરતાં હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી જન્મી છે.

178
0
ડાકોર :  15 એપ્રિલ

યાત્રાધામ ડાકોરમાં કોમી એખલાસ અને શાંતિ ભંગ કરવાના ઇરાદે અજાણ્યા શખસે હિન્દુ દેવી – દેવતાઓના ફોટા એડિટ કરી તેને બિભત્સ સ્વરૂપ આપ્યું હતું. બાદમાં આ ફોટા સોશ્યલ મિડિયામાં વાયરલ કરતાં હિન્દુ સમાજમાં રોષની લાગણી જન્મી હતી અને આવા ફોટા વાયરલ કરનાર શખસ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આ અંગે અજાણ્યા શખસ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, ડાકોરથી થોડે દુર જ આવેલા સાંઢેલી ગામમાં રામનવમીના દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક સપ્તાહમાં આવો બીજો બનાવ બનતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.

અહેવાલ : Hemangi Solanki

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here