સુરેન્દ્રનગર : 7 એપ્રિલ
લીંબડી તાલુકાના ઘાઘોસર ખાતે વન અને પર્યાવરણ મંત્રી ના હસ્તે
‘‘સુજલામ સુફલામ’’ જળ અભિયાન અન્વયે તળાવ ઊંડા કરવાના કામનું
ખાતમુહૂર્ત કરાયું
‘‘સુજલામ્ સુફલામ્’’ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત લીંબડી તાલુકાના ઘાઘોસર ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે તળાવ ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઊંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય અને તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન થકી નવા તળાવો, નવા ચેકડેમ બનાવવા, તળાવ ઊંડા કરવા જેવા કામો હાથ ધરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યના દરેક ગામોમાં તળાવો ઊંડા કરવાના કામો હાથ ધરાયા છે. આ તળાવો ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ થશે. તેમજ તળાવમાંથી નીકળતી કાળી માટી ખેડૂતો પોતાના ખેતરે લઈ જઈ શકશે. આમ આ જળ અભિયાન નાગરિકો અને ખેડૂતો માટે મહત્વનું સાબિત થશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણિયા, દશુભા, રાજભા ઝાલા, દેવજીભાઈ વાઘેલા, લઘધીરસિંહભાઈ, પૃથ્વીરાજભાઈ, બળદેવભાઈ, તેજાભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.