Home ગોધરા સિમલિયા કોલેજના NSS ની વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારંભ કરોલી આશ્રમશાળા ખાતે યોજાયો.

સિમલિયા કોલેજના NSS ની વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારંભ કરોલી આશ્રમશાળા ખાતે યોજાયો.

145
0
ગોધરા : 12 માર્ચ

ઘોઘંબા તાલુકામાં આવેલ શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલિયાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ NSSની સાતદિવસીય વાર્ષિક શિબિરનું આયોજન તારીખ 11/03/2022 થી તારીખ 17/03/2022 દરમ્યાન કાલોલ તાલુકાના કરોલી ગામે આવેલ શ્રી મારુતિસિંહ છત્રસિંહ ઠાકોર આદિવાસી આશ્રમશાળા ખાતે કરવામાં આવ્યું છે જેનો ઉદ્દઘાટન સમારંભ આજ તારીખ 12/03/2022 શનિવારના રોજ કોલેજ સંચાલક મંડળના પ્રમુખશ્રી નટવરસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો.

શિબિરનું ઉદ્દઘાટન પંચમહાલ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ અને મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે કરોલી ના સરપંચશ્રી રમણભાઈ નાયક, આશ્રમશાળાના આચાર્ય શૈલેષભાઇ પટેલ, કરોલી હાઇસ્કુલના આચાર્ય રાઠોડ, પંચમહાલ પ્રાથમિક કેળવણી મંડળના જયેશભાઇ પટેલ, અનિરુદ્ધસિંહ ચૌહાણ, હસમુખભાઈ શાહ, પૃથ્વીસિંહ મહીડા, જયંતભાઈ મહેતા, અશ્વિનભાઈ ગાંધી, સિમલિયાના અગ્રણી ભગવાનસિંહ ઠાકોર, કરણસિંહ ઠાકોર, મહેન્દ્રભાઇ શેઠ, નારાયણસિંહ ઠાકોર, સામાજિક કાર્યકર્તાઓ કાજલબેન, રાજુભાઇ, ભુપેન્દ્રસિંહ બેર, ઉદેસિંહ જાદવ ઉપરાંત કોલેજનો સ્ટાફગણ, સિમલિયા હાઇસ્કુલનો સ્ટાફગણ, કરોલી હાઈસ્કૂલનો સ્ટાફગણ, આશ્રમશાળાનો સ્ટાફગણ, કરોલી ગામના અગ્રણી નાગરિકો અને NSS ના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીને સ્વાગત કર્યુ હતુ. કોલેજના પ્રોગ્રામ ઓફીસર ડૉ. રામભાઈ મેઘવાળે સાતદિવસીય શિબિરના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. હાઈસ્કૂલના પ્રોગ્રામ ઓફીસર શ્રીમતિ કવિતાબેન ભુરિયાના માર્ગદર્શન હેઠળ સ્વયં સેવકોએ પ્રાર્થના, સ્વાગત ગીત, નૃત્ય રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન સ્વયં સેવકો જયપાલ અને નિર્મળાબેને કર્યું હતુ. આભાર દર્શન મદદનીશ શિક્ષક બાબુલાલ પટેલે કર્યું હતું.

 

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here