Home સાબરકાંઠા સાબરકાંઠા : ત્યજાયેલ શીશૂને સમયસર સારવાર મળી રહે તે માટે ખેડબ્રહ્મા સિવિલ...

સાબરકાંઠા : ત્યજાયેલ શીશૂને સમયસર સારવાર મળી રહે તે માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ઘોડિયું મુકાયું…

263
0
સાબરકાંઠા : 19 જાન્યુઆરી

“સ્વેચ્છાએ કોઈ નવજાત શિશુ ને ઘોડિયા માં મૂકી શકશે, નવજાત શિશુ ને ત્યજશો નહિ, પારણા માં મૂકો” બાળક ને ત્યજી દેનારની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બુધવારે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં પારણું મુકવામાં આવ્યું હતું નવજાત શિશુઓને ઝાડી-ઝાંખરા માં ત્યજી દેવાની કે તેમને કોઈ અવાવરું જગ્યાએ નાખી દેવાની જગ્યાએ આ પારણામાં મૂકી જવાની અપીલ કરવામાં આવી છે બાળક ને ત્યજી દેનાર માતા કે તેના પરિવાર ની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવામાં આવે શે થોડા સમય પછી હોસ્પિટલ ની ટીમ આવી બાળક ને લઈ જશે.

આ ઉપરાંત બાળક ને પારણામાં ત્યજી જનાર માતાની કે અન્યની કોઈપણ પ્રકારની ઓળખ કે માહિતી જાહેર કરવામાં નહીં આવે તે બાબત ની હૈયાધારણા આપવામાં આવી છે હાલમાં ખેડબ્રહ્મા શહેર માં સિવિલ ખાતે પારણું મુકવામાં આવ્યું છે આગામી સમય માં પોશીના અને જિલ્લાની અન્ય જગ્યાએ પારણું મુકવાની વિચારણા ચાલી રહી છે.

આ પ્રસંગે પ્રાંત અધિકારી અંકિત ગઢવી, સીવીલ સુપ્રિટેન્ટડ એમ.એચ.પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા એમ.ડી. સોલંકી, સુરક્ષા અધિકારી, (સંસ્થાકીય સંભાળ) જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા પી.એસ.શાહ, બિન સંસ્થાકીય સંભાળ અધિકારી,જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા કે.પી. પટેલ- સામાજિક કાર્યકર, જિલ્લા બાળ સુરક્ષા એકમ -સાબરકાંઠા તેમજ સ્ટાફગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ: રોહિત ડાયાણી, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here