વડોદરા તેમજ અન્ય શહેરોમાં પેટ્રોલ પંપના સંચાલકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગના માસ્ટરમાઇટ દર્શન પંચાલ અને તેના સાળાને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલ પંપના સંચાલકોએ દર્શન પંચાલ અને અન્ય સાગરીતો સામે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. છેતરપિંડી કરનાર ગેંગના દર્શન પંચાલ અને તેના સાળાને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત નડિયાદ, બગોદરા સહિતના વિસ્તારના પેટ્રોલ પંપના સંચાલકોને મોટો વર્ક ઓર્ડર મળ્યો છે અને રોજ 5 હજાર લીટર જેટલું પેટ્રોલ ડીઝલ જરૂર પડશે.. તેમ કહી વિશ્વાસમાં લીધા બાદ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો બારોબાર સસ્તામાં વેંચી રોકડી કરી લેતા ભેજાબાજોએ પેટ્રોલ પંપના સંચાલકોની ઊંઘ ઉડાડી દીધી હતી.
પેટ્રોલ પંપના સંચાલકોએ ગેંગના સૂત્રધાર દર્શન પંચાલ અને અન્ય સાગરીતો સામે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. પેટ્રોલ પંપના સંચાલકોએ આ ગેંગ સામે વડોદરાના જવાહર નગર, વારસિયા, સાવલી, વરણામા, પાદરા, નડિયાદ, બગોદરા સહિતના સ્થળોએ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો પણ નોંધાઈ હતી. વડોદરાને જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રી ગાયત્રી પેટ્રોલ પંપના સંચાલક સાથે રૂ 59 લાખની થયેલી છેતરપિંડી અંગે દર્શન પંચાલ અને સાત જણા સામે ગુનો નોંધાતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદના બોપલ વિસ્તારની હોટલમાં દરોડો પાડી દર્શન પ્રફુલભાઈ પંચાલ અને દર્શન ભીખાભાઈ પંચાલને ઝડપી પાડ્યા છે.