Home ક્રાઈમ વઢવાણમાં યુવાનના ભાઇ-બહેનને મેમકા ગામના ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકતા ચકચાર

વઢવાણમાં યુવાનના ભાઇ-બહેનને મેમકા ગામના ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકતા ચકચાર

91
0

સુરેન્દ્રનગર: 17 ડિસેમ્બર


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતો 18 વર્ષીય ગૌતમ રમેશભાઈ મોરી અભ્યાસ કરે છે. તેના મોટાભાઈ વિક્રમભાઈ મેમકા ગામની એક યુવતી સાથે ફોનમાં વાત કરતો હતો. આ બાબતે યુવતીના પરીવારજનોને અઠવાડીયા પહેલા ખબર પડતા સમાધાન થઈ ગયુ હતુ.

તેમ છતાં તા. 11મી ડીસેમ્બરે રાત્રે યુવતીના પિતા બીપીનભાઈ જાદવ, ભાઈ કિશનભાઈ જાદવ અને રવી દાઢીવાળો શખ્સ ગૌતમના ઘરે દોડી આવ્યા હતા. અને ઘરની બહાર ઉભા રહી વિક્રમને બોલાવ્યો હતો. તેઓએ વિક્રમનો મોબાઈલ લઈ તપાસી વિક્રમનો કાંઠલો પકડી ટીશર્ટ ફાડી નાંખ્યુ હતુ. આથી વિક્રમ દોડીને ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ ઘરમાં જઈ વિક્રમને બહાર બોલાવો મારવો છે, તેમ કહ્યુ હતુ. આ દરમીયાન વિક્રમની બહેન મિત્તલબેનને ઢસડીને બહાર લઈ જઈ છરીના ઘા હાથમા માર્યા હતા.

જ્યારે ગૌતમભાઈ તેને બચાવવા જતા છરીનો ઘા ડાબા કાનની પાછળ, ગાલ ઉપર અને શરીરના ભાગ ઉપર માર્યા હતા. તાત્કાલિક અસરે સારવાર માટે તેને અને તેની બેનને દવાખાને ખસેડવાની ફરજ પડી હતી. અને આ અંગેની જાણકારી મળતાની સાથે તાત્કાલિક અસરે પોલીસ તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. જ્યારે આ મામલો યુવતી સાથે ફોન કરવા બાબતનો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here