Home સુરેન્દ્રનગર લીંબડી માર્કેટ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી નો પ્રારંભ...

લીંબડી માર્કેટ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી નો પ્રારંભ કરાયો

204
0
સુરેન્દ્રનગર : 9 માર્ચ

લીંબડી નેશનલ હાઈવે પર આવેલા માર્કેટ યાર્ડ ખાતે રાજ્ય સરકાર નાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાના પાકનું ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતાં ખેડૂતો ને હવે ઘર આંગણે જ પોષણ ક્ષમ ભાવો મળતા થશે..

ઝાલાવાડ માં લીંબડી ચુડા અને ભાલપંથક વિસ્તારમાં વર્ષોથી ચણા નું વાવેતર મોટા પાયે થાય છે. દર વર્ષે ખેડૂતો ને રવીપાક નુ વેચાણ કરવા ધ્રાંગધ્રા અથવા હળવદ સુંધી જવું પડતું હતું. પરંતુ આ વર્ષે લીંબડી માર્કેટ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા
લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા એપીએમસી ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી નો જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા એ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજકોમાસોલે રૂપિયા 1045 જેવા ટેકાના ભાવે ચણા ની ખરીદી શરૂ કરી હતી. આ પ્રસંગે લીંબડી માર્કેટ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઇ, પુર્વ ચેરમેન બળદેવસિંહ ઝાલા, ધિરૂભાઇ સિંધવ, લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ, વાઘજીભાઇ ચૌહાણ, પૃથ્વીરાજસિંહ રાણા, દિલીપભાઈ પટેલ, કિરિટસિંહ ઝાલા, ગોવિંદભાઈ લકુમ, અને શિયાણી સહકારી મંડળીના પ્રવિણભાઈ પટેલ યશવંતસિંહ પરમાર લીંબડી ચુડા માર્કેટ યાર્ડના સેક્રેટરી દિલિપસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:  સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here