Home ક્ચ્છ રાપર સહિત વાગડ વિસ્તારમાં રમઝાન ઈદ ની ઉજવણી કરવામાં આવી

રાપર સહિત વાગડ વિસ્તારમાં રમઝાન ઈદ ની ઉજવણી કરવામાં આવી

140
0
ક્ચ્છ : 3 મે

આજે મુસ્લિમ સમાજ ના પવિત્ર તહેવાર રમઝાન ઈદ નિમિત્તે રાપર સહિત વાગડ વિસ્તારના રાપર સલારી નંદાસર આડેસર ચિત્રોડ ગાગોદર સહિત ના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આંઢવાળા તળાવ પાસે આવેલ ઈદગાહ ખાતે રમઝાન ઈદ ની નમાજ અદા કરી હતી જેમાં સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ ઇસ્માઇલ પણકા સૈયદ અનવર શા કુતુબ શા શેખ હાજીભાઈ ખાસકેલી મૌલાના હસનનુરી લાલમામદ રાઉમા જાનખાન બલોચ જાનમામદ રાઉમા કાસમ સોઢા રમજુ મહિડા મામદ નોડે ગુલમામદ સમા ઇસ્માઇલ ટાંક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર સહિતના વિસ્તારોમાં રમઝાન ઈદ નિમિત્તે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા પીએસઆઇ જી જી જાડેજા પીએસઆઇ વી. એલ પરમાર વિગેરે એ પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો આમ વાગડ વિસ્તારમાં રમઝાન ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી રમઝાન ઈદ નિમિત્તે રાપર નગરપાલિકા ના પ્રમુખ અમરતબેન વાલજી વાવીયા ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભિખુભા સોઢા માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા સહિત ના આગેવાનો એ મુસ્લિમ સમાજ ના ભાઈઓ અને બહેનો ને ઈદ ની મુબારક બાદી પાઠવી હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક મિશાલ કર્યું હતું

અહેવાલ: મુકેશભાઈ રાજગોર, ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here