માંડવી : 2 ફેબ્રુઆરી
આજ રોજ મુન્દ્રા માંડવી ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના 55માં જન્મદિવસ નિમિતે ભાજપ પરિવાર તેમજ મુન્દ્રા બરોઈ નગરપાલિકા દ્વારા તેમજ કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ ઝાલા (કીડી) અને મનોજ ભાઈ કોટક ના સૌજન્ય થી ગાયો ને ઘાસ ચારો, ગરીબો ને ભોજન, વૃક્ષારોપણ તેમજ હનુમાન ચાલીસા ના પાઠ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી
આ કાર્યક્રમ માં મુન્દ્રા બરોઇ નગરપાલિકા ના પ્રમુખ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, ભાજપ શહેર પ્રમુખ પ્રણવ જોશી શહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા