કચ્છ : 11 મે
અદાણી વિલ્ગરના વિસ્તરણ અંગેની પર્યાવરણીય લોક-સુનાવણી યોજાઇ હતી, મુંદરા ખાતે આવેલ અદાણી વિલ્મર લી. ના પ્લાન્ટના વિસ્તરણથી આકાર લેનાર પ્લાન્ટ અંગેની લોકસુનાવણીમાં આસપાસના લગભગ 21 ગામોના લોકો દ્વારા હાજરી આપવામાં આવી હતી તથા સમગ્ર લોકસુનાવણી યોજાઈ હતી.
આ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી શ્રી કે.બી. ચૌધરી(પ્રાદેશિક અધિકારી શ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પૂર્વ કચ્છ) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમને યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી. લોકસુનાવણીના અધ્યક્ષ પદે કચ્છ કલેકટર વતી શ્રી હનુમતસિંહ એમ. જાડેજા (રહેવાસી અધિક કલેક્ટર શ્રી, કચ્છ) ઉપસ્થિત રહી, તેઓ એ જણાવ્યું હતું કે લોકોને પોતાના વિચારો લેખિત અને મૌખિકમાં રજૂ કરી શકશે.
ત્યારબાદ લોકસુનાવણી શરૂ થયેલ અને આ લોકસુનાવણીમાં ઉપસ્થિત લોકો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેની નોંધ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રને સીમિત રાખીને ચાલતું નથી પરંતુ લોક સુખાકારી દ્વારા જીવનના ધબકાર ઝીલતું વૈશ્વિક ગ્રુપ છે. આ ગ્રુપ અનેક દિશામાં પાંખો ફેલાવી છે સાથે સમાજને બેઠું કરવા પણ કૃતનિશ્ચયી છે.
અત્રે એ મહાન અને ધ્યાનાકર્ષિક કાર્ય છે કે અદાણી વિલ્બરએ કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના
ભાગરૂપે દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોમાં કુપોષણ અને એનિમિયા સામેની લડાઈમાં અદાણી ગ્રુપ ની CSR
શાખા અદાણી ફાઉન્ડેશન સાથે કાર્યરત છે.
મુન્દ્રા ખાતે અદાણી વિલ્મર દ્વારા પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અનેક ફાયદા છે. ઉત્પાદનથી દેશનું અર્થતંત્ર તો વેગવંતુ બનશે પરંતુ જન સમુદાયના એક વર્ગ માટે કરવામાં આવનાર કામ અને તેની જીવનદીશા બદલનારું કામ સામાજિક નવચેતનાની દિશામાં અદેકારું બની રહેશે.