જૂનાગઢ : 26 માર્ચ
ચીફ ઓફિસર અને પાલીકા બોડી નુ વિવાદ ની અસર સભાખંડમાં જોવા મળી, મોટા ભાગના ઠરાવો પર ચીફ ઓફિસરે મૌન ધારણ કર્યું, શાક માર્કેટ અને જુના બસ સ્ટેન્ડ પાસે કોમ્યુનિટી હોલ અગાઉ ના મંજુર થયેલ રસ્તાના કામો રદ કરાયા,, શહેરમાં નવી લાઈટ ખરીદી સ્મશાન ના પતરા, કબ્રસ્તાન ના ટાંકો બનાવવા વેયસાય વેરામાં વ્યાજ લેવા સહીત વિવિઘ પ્રશ્નો મુદ્દા પર ભારે ચર્ચાએ જોર પકડયું હતું, સભ્યો દ્રારા નવા કામો ના થતા હોવાની ઉગ્ર રજુઆત કરાય, લાઈટ ખરીદીમાં ચીફ ઓફિસર હાનીકાની કરતા હોવાનું આક્ષેપ કરાયો,જોકે ચીફે લાઇટોના લોકેશન આપવા કર્મચારીઓ ને લેખીત જણાવ્યું , વિવિઘ વાર્ષિક ઈજારાઓ આપવા ઠરાવ કરાયા હતા,
પાલિકા પ્રમુખ મો. હુશેન ઝાલા અને ઉપ પ્રમુખ મનોજ વિઠ્ઠલાણી એ આગામી દિવસોમાં વિકાસના કામો ઝડપી થશે તેવી ખાતરી આપી, સમગ્ર સભા નું સંચાલન પાલિકા સિનિયર સભ્ય ઈબ્રાહિમ ભાઈ ભાભાએ કર્યુ હતું, આ પ્રસંગે મોટાભાગના પાલીકા સભ્યો હાજર રહીયા હતા,
મહત્વપુર્ણ છે કે માંગરોળ પાલિકામાં ભાજપ કોંગ્રેસ ની ભાગીદારી વાડી સત્તા છે વિરોધ પક્ષ પોતે સતા માં બેસેલો છે