Home પોરબંદર ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયાએ ઉત્તર પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયાએ ઉત્તર પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી

133
0
પોરબંદર : 9 માર્ચ

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયા, રાષ્ટ્રપતિનું તટરક્ષક દળ મેડલ, તટરક્ષક મેડલ, 08 માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ (NW) પ્રદેશની ત્રણ દિવસીય પ્રથમ મુલાકાતે આવ્યા છે. તેમના આગમન સમયે 50 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તટરક્ષક પ્રદેશ (NW)ના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, તટરક્ષક મેડલ, DGના સ્વાગતમાં આવ્યા હતા અને મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યા હતા. તેમણે અહીંની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.

DG વી.એસ. પઠાનિયાએ 31 ડિસેમ્બર 2021ના રોજથી ભારતીય તટરક્ષક દળના 24મા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ વેલિંગ્ટન સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ અને નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ ફ્લેગ ઓફિસર ક્વોલિફાઇડ હેલિકોપ્ટર પાઇલટ છે અને યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસની માસ્ટર પદવી ધરાવે છે. તેમણે શોધ અને બચાવમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે અને યુ.એસ. તટરક્ષક દળ સાથે બંદર પરના ઓપરેશન્સ પણ ભાગ લીધો છે.

મહાનિદેશકની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી નીલા પઠાનિયા પણ આવ્યા છે. તેઓ કોસ્ટગાર્ડ વાઇવ્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ છે. તેઓ આ મુલાકાત દરમિયાન આ પ્રદેશમાં આવેલા દૂરના વિસ્તારોમાં બેઝ ખાતે ICG અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે અને ગાંધીનગરમાં તેમના રોકાણ દરમિયાન રાજ્યના મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે.

 

અહેવાલ: નિમેષ ગોંડલીયા, પોરબંદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here