મહીસાગર : 20 એપ્રિલ
બાલાસિનો વિદ્યામંડળ સંચાલિત આર્ટસ/કોમર્સ કોલેજની બહેનો નો ભરતી મેળો કોલેજ હોલમાં યોજાયો. ભરતી મેળામાં સભા અધ્યક્ષ તરીકે પ્રો.એચ.જે.શુકલા હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડોક્ટર એસ.એસ.સિંધુ અને પ્લેસમેન્ટ સેલના સુરેશ રાવળ તેમજ એમ.જી.મોટર્સ હાલોલ માંથી પૂર્ણિમાબેન અને શ્રી વિપુલભાઈ ગઢવી તેમજ તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો.ભરતીના પ્રારંભમાં કોલેજના આચાર્ય પ્રિ.ડો. ડી.પી.માછીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા પછી રજનીભાઈ ભટ્ટે કોલેજની માહિતી આપી હતી.
એમ.જી.મોટર્સ માંથી આવેલ પૂર્ણિમા બેને એમ.જી મોટર્સની માહિતી આપી બહેનોને કંપનીમાં શું કરવાનું છે, કેટલા કલાક કામ કરવાનું છે, કંપની ની વ્યવસ્થા કેવી છે, આ ભરતી મેળામાં કોલેજની 200 જેટલી બહેનો હાજર રહી હતી. તેમનું વજન, ઉંચાઇ અને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. તેમાં બાલાસિનોર કોલેજ માંથી 64 બહેનોની પસંદગી કરવામાં આવી છે. આ બહેનો કંપનીમાં જઈને મેડિકલ કરાવશે અને પછી એમ.જી. મોટર્સમાં બહેનોને નોકરીના ઓર્ડર આપવામાં આવશે.કોલેજના પ્રિન્સિપાલ ડી.પી.માછીએ એમ.જી.મોટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમણે અમારી કોલેજની પસંદગી કરી તે માટે રજનીભાઈ ભટ્ટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.