Home પાટણ પાટણ જિલ્લામાં કોરોનામા તેજી: નવા 217 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં કોરોનામા તેજી: નવા 217 કેસ નોંધાયા

187
0
પાટણ: 21 જાન્યુઆરી

પાટણ જિલ્લામાં કોરોના ના કેસ માં સતત તેજી સાથે પોઝિટિવ કેસો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે આજે જિલ્લામાં નવા 217 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 1185 ઉપર પહોંચ્યો છે. કોરોના કેસોમાં સતત વધારો થતા જિલ્લાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે તો વહીવટીતંત્ર પણ દોડતું થયું છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં ઉતરાયણ બાદ સંક્રમણ સતત વધતાં કોરોનાના કેસ આંક ઉપર આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે વધુ 217 નવા કેસ સામે આવતાં આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઇ છે. સવારે નોંધાયેલા નવા કેસોમાં પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થી જ એકી સાથે ૯૦ કેસ પોઝિટિવ આવતા શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 20 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે આમ શુક્રવારે એક જ દિવસમાં પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ ૧૧૦ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

234 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં ત્રણ દર્દીઓ હોસ્પિટલમાંમાં સારવાર હેઠળ છે. જ્યારે 731 દર્દીઓ હોમ એસોલેસનમાં છે. આમ જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંક 1185 પર પહોંચ્યો છે


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here