Home ક્રાઈમ પાટણના વેપારીનો અજાણ્યા શખ્સની સ્વીકારેલી ફ્રેન્ડ રિકવેસ્ટે જીવ લીધો ….

પાટણના વેપારીનો અજાણ્યા શખ્સની સ્વીકારેલી ફ્રેન્ડ રિકવેસ્ટે જીવ લીધો ….

161
0
પાટણ : 5 ફેબ્રુઆરી

રાધનપુરના વતની અને ધંધા અર્થે પાટણમાં સ્થાયી બનેલ વેપારી સાથે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી વોટ્સએપ ચેટ કરી ન્યુડ વિડીયો કોલનું રેકોડીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવી આત્મહત્યા કરવા મજબુર કરનાર મેવાતી ( હરીયાણા ) ગેંગના એક આરોપીને પાટણ પોલીસે ઝડપી લીધો છે . આરોપીએ દેશના અન્ય શખ્સો સાથે પણ આ પ્રારના ગુનાઓને અંજામ આપ્યાની પોલીસની પ્રાથમિક પુછપરછમાં કબુલાત કરી હતી.

પાટણ ખાતે ધંધા અર્થે સ્થાયી બનેલ મુળ રાધનપુરના વતની ઠકકર મૌલીને એક વર્ષ અગાઉ આત્મહત્યા કરી હતી . આત્મહત્યા અગાઉ તે ગુમ થતા તેના પિતા સતીષભાઇ ઠકકરે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી . ત્યારબાદ મૌલીન ઠકકરનો મૃતદેહ મળી આવતાં પોલીસે આઇપીસી કલમ ૩૦૬ , આઇ.ટી. એકટ કલમ ૬૬ ( સી ) , ૬૬ ( ડી ) મુજબ ગુનો નોંધી તપાસ એલ.સી.બી. પી.આઇ. એ.બી.ભટ્ટ , અને સાયબર ક્રાઇમ સેલના પી.એસ.આઇ. આર.કે.પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી.

દરમ્યાન મૃતક મૌલીન ઠકકરને કોઇ અજાણ્યા ફેસબુક એકાઉન્ટથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતા કેળવવામાં આવી હતી . ત્યારબાદ વોટ્સએપ ચેટ થકી તેના ન્યુડ વિડીઓ કોલનું રેકોડીંગ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી . હરીયાણાના ગુડગાંવ ખાતે મહિન્દ્રા કોટક બેંકના એકાઉન્ટ નંબર ૧૯૪૫૩૨૯૪૨૩ માં રૂા .૨૧૦૦૦ જમા કરાવવાનું કહેલ . વારંવાર વિડીઓ વાયરલ કરવાની ધમકીઓ મળતા આ ત્રાસથી કંટાળેલા વેપારીએ આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં એકાઉન્ટની ટેકનીકલ તપાસ કરતા આ ગુનામાં અખલક અહેમદ અબ્દુલ્લાખાન મેઉ ( રહે . મુન્દેતા , જિ.નુહ હરીયાણા ) ને પીનાગવા , મેવાત ખાતેથી ઝડપી લીધો હતો.

પાટણ પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે દેશભરમાં અનેક શખ્સોને આ રીતે ફેસબુકમાં છોકરીના નામે એકાઉન્ટ ઉપર ચેટ કરી વિડીયો કોલ કરી ન્યુડ કલીપનું રેકોડીંગ કરી વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણીઓ કરવાના ગુનાઓ કરેલ હોવાની કબુલાત કરતા વધુ તપાસ માટે રીમાન્ડની માંગણી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજયમાં લોકોને લલચાવી ફોસલાવી તેઓના વિડીયો ઉતારી બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું મોટુ રેકેટ ચાલી રહયું છે જેથી કોઇ અજાણ્યા ફેસબુક એકાઉન્ટથી આવતી ફેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરનારા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે .

 

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here